વડોદરા, તા.૫

લોકશાહીના પર્વ એવી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા કેટલાક વેપારીઓ દ્વારા મતદારોને ફ્રીમાં ચા-નાસતો કરાવવા માટે જાહેરાત કરાઈ હતી. જેમાં કારેલીબાગ જલારામ બાપાના મંદિર રોડ સ્થિત કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ દિલીપ ખમણ નામની દુકાનમાલિક દિલીપભાઈએ ફ્રી ખમણની ડીશ આપવાની જાહેરાત કરતાં મતદારો મતદાન કરી ફ્રીમાં મળતો ખમણનો નાસ્તો કરવા પહોંચી ગયા હતા. તેમને અત્યાર સુધી ર૦૧૧ વર્લ્ડકપ વિજેતા, ર૦૧૪માં મોદી વિજય બન્યા, ર૦૧૯માં મોદી વડાપ્રધાન બન્યા તથા ૩૭૦ કલમ નાબુદ કરી તેવા પ્રસંગો નગરવાસીઓને ઉત્સુકતાપૂર્વક નિઃશુલ્ક ખમણનો નાસતો કરાવ્યો હતો. આજના લોકશાહી પર્વના ઉત્સવમાં રપ૦ કિલો ખમણ ફ્રીમાં વહેંચ્યાં હોવાનું જણાવ્યું હતું.