નસવાડી ઃ નસવાડી તાલુકાના કુકરદા ગામે મીની માઇનોર બ્રિજના કામમાં પાયામા હલકી કક્ષાનો આર સી સી માલ સીધો પાયા મા નખાઈ કરાઈ રહ્યો છે પાયામા પાણી ભરપૂર હોવા છતાંય સિમેન્ટનો આર સી સી માલ ફ્લોરીથી નખાઈ રહ્યો છે સમગ્ર કથીત ભ્રષ્ટાચારનો વિડિઓ ગામલોકોએ વાયરલ કર્યો છે.વર્ષો પછી સરકારે મંજૂર કરેલા આદિવાસી વિસ્તારના કામોમાં કોન્ટ્રાકટરો મલાઈ ખાવાની લઇમાં હલકી કક્ષાના કરી રહ્યા છે કામો પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ કુંભર્ણનીની નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે.

નસવાડી તાલુકાના કુકરદા ગામમાં જવાના મુખ્ય માર્ગ ઉપર કોતર આવેલું છે જે કોતર ઉપર પાણી ભરાઈ જતું હતું જેથી બાળકોને શાળાએ જવામાં ગ્રામજનોને બીજા ફળીયામાં જવામાં મુશ્કેલી પડતી હતી જેથી ગ્રામજનો આઝાદીના વર્ષો થી દુઃખ ભોગવી રહ્યા હતા ગ્રામજનોની રજૂઆતને લઇ સરકાર દ્વારા કુકરદા ગામે ૧.૨૦ કરોડ ના ખર્ચે સ્લેબડ્રઈન મંજુર કરવામાં આવ્યું ટેન્ડર દ્વારા એજન્સીને કામ આપ્યું એજન્સીએ સ્લેબડ્રઈન બનાવવાની કામગીરી શરૂ કરી જેમાં સ્લેબડ્રેઇનના પાયામાં ભરપૂર હોવા પાણી ભરેલું હતું છતાંય સિમેન્ટનો આર સી સી માલ ફ્લોરીથી પાયામાં કોન્ટ્રાકટર દ્વારા નખાઈ રહ્યો રહ્યો હતો પાયામાં ચારે બાજુ પાણી હોવા છતાંય પુલના સ્ટ્રક્ચરના કામ આર.સી.સી માલ નાખતા માલ પાણીમાં છૂટો પડી જતા પાણી જેવો આર.સી.સી માલ થઇ જતો સ્ટ્રક્ચરના કામ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા જેને લઇ ગ્રામજનો દ્વારા આ સમગ્ર કથીત ભ્રષ્ટાચારનો વિડીયો બનાવી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જ્યારે કામ શરૂ હોય ત્યારે અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહેતા નથી જેથી કોન્ટ્રાક્ટરોને ખુલ્લું મેદાન મળી જતું હોય છે.