સુરત-

કોરોના મહામારીમાં શિક્ષકોને હવે નવી જ જવાબદારી સોંપવામાં આવી છે. સુરત ડીઈઓએ જાહેર કરેલા પરિપત્ર મુજબ ઓલપાડ,માંગરોફ્રના શિક્ષકોને તેમના તાલુકામાં આવેલ ચેક પોસ્ટ પર કોવિડ-19ની મહામારી અંતર્ગત કામગીરી કરવા ખાસ સૂચના આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેથી શિક્ષકોમાં કચવાટ પેદા થયો છે. ડીઈઓએ જાહેર કરેલા પરિપત્ર મુજબ તાલુકામાં આવેલી ચેકપોસ્ટ પર કોવિડ-19 મહામારી અંતર્ગત સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજના 8 અને સાંજના 8થી સવારના 8 સુધી એમ ત્રણ પાફ્રીમાં કામગીરી કરવા માટે ઓલપાડ તાલુકાના 18 અને માંગરોફ્ર તાલુકાના 24 શિક્ષકોને 14મી જુલાઈ(આજથી) સવારે આઠ વાગ્યાથી ઓલપાડ તાલુકાના ચેકપોસ્ટ પર 3 શિક્ષકોને અને માંગરોફ્ર તાલુકાના ચેકપોસ્ટ પર ચાર શિક્ષકોને રોટેશન મુજબ હાજર રહેવા અંગે પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. નવી જ જવાબદારી સોંપાતા શિક્ષકોમાં કચવાટ જાેવા મફ્રી રહ્યો છે. એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શિક્ષકોને મતદાર યાદીથી લઈને હવે બાકી હતું તો આ મહામારીમાં પણ જવાબદારી સોંપવામાં આવી છે. ઓનલાઈન એજ્યુકેશનની વાત કરતી સરકાર શિક્ષકો પાસે જાેખમી કામ કરાવશે તો વિદ્યાર્થીઓ શું ભણશે તેવો કચવાટ પણ તેમણે વધુમાં વ્યક્ત કર્યો હતો.