નડિયાદ : કપડવંજ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકાભરની નાનામાં નાની શાળાની જાણકારી રાખતા હોય છે ત્યારે નિરમાલી પ્રાથમિક શાળાના ધોરણ ૬ના શિક્ષક મહેશ શિવાભાઈ પટેલ વિરુદ્ધ એક મહિના અગાઉ સગીરા પર દુષ્કર્મના આક્ષેપ સાથેનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવા છતાં આ મામલે અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે!  

સ્થાનિકોમાં ચર્ચા મુજબ, પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓ સાથે શારીરિક છેડછાડ કરતાં આવા તત્વો સામે કડકાઈ દાખવવાની વોત તો એક બાજુ રહી આવાં નરાધમ શિક્ષકોને છાવરતા તંત્ર સામે ગંભીર આક્ષેપો ઊઠી રહ્યાં છે. સવાલ એ ઊઠી રહ્યો છે કે, એક મહિના અગાઉ સગીરા સાથે થયેલાં અત્યાચાર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અજાણ કેમ રહ્યાં? કોણ તેની પાછળ જવાબદાર છે? એક ચર્ચા મુજબ, કપડવંજ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને અંધારામાં રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે!

આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલે જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએથી કોઈપણ જાણ કરવામાં આવી નથી. સંબંધિત શિક્ષક ફરાર હોવાને કારણે પોલીસ ધરપકડ કરે પછી જ ફરજ મોકૂફીની કાર્યવાહી થઈ શકશે. સગીરા ઉપર દુષ્કર્મનો આરોપ જે શિક્ષક ઉપર લગાવવામાં આવ્યો છે અને પોલીસથી ભાગતાં ફરતા આ શિક્ષક વિરુદ્ધ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સગીરા ઉપર અત્યાચાર કરીને દુષ્કર્મ કરનાર શિક્ષકને તાબડતોબ ફરજ મોકૂફ કરવાને બદલે જિલ્લા અને તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી બચાવ કરી રહ્યાં હોવાનું જાેવાં મળી રહ્યું છે.

જિલ્લાભરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને ભરોસો આવે તેવાં કડક પગલાં ભરવાને બદલે તંત્ર હજી ધરપકડની રાહ જાેઈને બેઠું છે.

આ કેવું!? શું શિક્ષકની ધરપકડ ન થાય ત્યાં સુધી શિક્ષણ વિભાગ રાહ જાેશે!?

નિરમાલીના ફરાર શિક્ષક મહેશ શિવાભાઈ પટેલ વિરુદ્ધ નૈતિક અધઃપતન હેઠળ કાર્યવાહી કરીને આવાં અન્ય લંપટ શિક્ષકો માટે દાખલો બેસાડવો જાેઈએ, તેવી માગ વાલીઓમાં પણ ઊઠી છે. જાેકે, શિક્ષણ વિભાગ ધરપકડ બાદ જ કાર્યવાહી કરવાની જિદ્દ લઈને બેઠું હોવાનું જાેવાં મળી રહ્યું છે.

લોકસત્તા જનસત્તાના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી

સગીરા સાથે દુષ્કર્મ કરીને ગામ છોડીને ભાગી ગયેલાં લંપટ શિક્ષક મહેશ પટેલને ઝડપી લેવાને બદલે એક મહિનાથી પોલીસ તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું હતું. લોકસત્તા જનસત્તાએ આ સમગ્ર મામલો ઉજાગર કરતાં આખરે પોલીસે હરકતમાં આવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના શિક્ષણાધિકારી એચ.કે.ખરાડીએ જિલ્લાકક્ષાએ જાણ કેમ નથી કરી?

કપડવંજ તાલુકાના શિક્ષણાધિકારી એચ.કે.ખરાડીએ આજદિન સુધી જિલ્લા કચેરીને આ બાબતની જાણકારી આપવાની તસ્દી લીધી નથી, જેને પગલે તેઓ દુષ્કર્મના આરોપી શિક્ષકની તરફેણ કરી રહ્યાં હોવાના આક્ષેપો ઊઠી રહ્યાં છે.

આવાં માહોલમાં વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ કેમ મોકલશે!?

સ્થાનિક કક્ષાએ સવાલ ઊઠી રહ્યાં છે કે, એક સગીરા પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યાં પછી એક મહિના સુધી ન તો પોલીસ વિભાગ કે ન તો શિક્ષણ વિભાગે નરાધમ શિક્ષક સામે પગલાં ભર્યાં! આવાં માહોલમાં વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ કેવી રીતે મોકલશે!? શું આ બંને વિભાગ ઘોરી રહ્યાં છે કે પછી લંપટ શિક્ષકને બચાવવામાં આવી રહ્યો છે?