ભાવિક વાઢણકર- વડોદરા, તા. ૧૦

વડોદરા મહાનગર પાલીકા દ્વારા શહેરીજનોને ઘરનુ ઘર મળી રહે તે માટે પાલીકાએ નુર્મના મકાનો બનાવડાવ્યા હતા તે મકાનોની હાલત અત્યારે રહીશોના જણાવ્યા અનુસાર પાલીકાએ આપેલા મકાનમાં ગણાય શકે નહી તેટલી બધી સમસ્યાઓ છેલ્લા કેટલાક સમયથી છે પરંતુ તે સમસ્યાનુ નીરાકરણ હજુ સુધી આવતુ નથી જેથી આ સમમ્યા રહીશોને વેઠીને પણ ત્યાં રહેવા માટે મજબુર બન્યા છે.

વડોદરા મહાનગર પાલીકાએ ઇજારદાર તરીકે ચેતન વ્યાસ એન્ડ એસોસિયેટસ,અમદાવાદને શહેરના વાઘોડીયા રોડ પર આવેલ નુર્મના મકાનો બનાવડાવવ્યા હતા. જેમાં ઇજારદારે વાઘોડીયા રોડ પર જીવન નગરમાં ગ્રાઉન્ડ ફલોર સાથે ત્રણ માળના ૧૧ ફલેટમાં ૩૫૨ જેટલા મકાન તેમાં બનાવ્યા હતા. આ મકાનો બનાવ્યાને ફક્ત ૧૦ વર્ષ જેટલો સમય વિત્યો હોય ત્યાતો આ મકાનો જેને પાલીકાએ ફાળવ્યા હતા તે લોકોને બીજી જગ્યા પર ભાડે રહેવા મજબુર બન્યા છે. ૧૦ વર્ષના સમયગાળામાં રહીશોને એટલી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે તે બધી સમસ્યાઓ તો ગણી પણ ના શકાય તેટલી બધી જીવન નગરના નુર્મના મકાનો છે. ઇજારદારે બનાવેલા ૩૫૨ જેટલા મકાનો આવેલા છે તે બધા જ મકાનો કોઇને કોઇ સમસ્યાતો છે. ઇજારદારે બનાવેલા ૩૫૨ જેટલા મકાનોમાં સ્લેબ છે તેની એટલી ખરાબ હાલત છે કે તેમાં ફકત સળીયાની છાપ જ દેખાય છે સળીયાતો દેખાતા જ નથી. જીવન નગરના રહીશોએતો ઘણીવાર પાલીકાના સત્તાધીશો અને ચુટાયેલી પાંખને પણ રજુઆતો કરી હતી. ઘણી વારતો રહીશોએ જાડી ચામડીના અધિકારીને જાે જાણ કરવા જાય તો રહીશોને ગોલગોલ જવાબ આપતા હોય છે. રહીશો દ્વારા પાલીકા તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે જે રીતે અમારા મકાનોની દશા છે તે જાેતા તો અમારા મકાનનો સ્લેબ ગમે ત્યારે પડી જાય તો નવાઇ નહી. વધુમાં તો રહીશોએ જણાવ્યુ હતુ કે ઘણી વારતો અમારા મકાનના સ્લેબ પડી ગયા છે અને અમારા છોકરાઓ પણ ઇજાગ્રસ્ત થતા હોય છે. જીવન નગરના રહીશોનો પાલીકા સામે રોષ કરતા જણાવ્યુ હતુ કે અમે લોકો પાલીકામાં ઘરવેરો ભરીયે છીએ મરણ વેરો નહી તેમ કહીને પાલીકાના સત્તાધીશો અને જાડી ચામડીના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો.