સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણને આવનાર સપના ભવિષ્યનો સંકેત આપે છે. વિજ્ઞાન માને છે કે સપનાનો કોઇ અર્થ નથી હોતો પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનું કોઇ સંકેત આપે છે. કેટલીક વાર આપણને સપનામાં જીવ-જંતુ કે જાનવર દેખાતા હોય છે, તેનો મતલબ તે નથી કે તમે પ્રાણી પ્રેમી છો. પ્રાણીઓ દેખાવા તે પણ તમારા જીવનમાં આવનાર પરિસ્થિતિનો એક સંકેત છે. આજે અમે તમને જણાવીશું કે તમને ક્યું પ્રાણી દેખાય તો તેનો અર્થ શું છે.

કાળો નાગ- સપનામાં જો તમને કાળો નાગ દેખાય છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા કામમાં વૃદ્ધિ થવાની છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

સસલું- જો તમને સપનામાં સસલું દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાં પ્રેમ વધશે વૈવાહિક જીવન વ્યવસ્થિત રીતે જશે.  

ગરોળી- ગરોળીને સપનામાં જોવી તે પણ એક સારો સંકેત છે. આ સપનાનો અર્થ છે કે તમને અચાનક ઘનપ્રાપ્તિ થવાની છે. કરજ જેવી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળવાની છે અને તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે.  

બકરી- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં બકરી દેખાવી તે બદલાવનો સંકેત છે. જે તમે વ્યવસાયિક યાત્રા કે મિત્રો સાથે યાત્રા કરવાના છો તો તે સુખદ અને સફળ સાબિત થશે. 

માછલી- જો તમને સપનામાં માછલી દેખાય છે તો તેનો અર્થ છે કે તમારુ અટકેલુ ધન પ્રાપ્ત થશે અને જો તમે અવિવાહિત છો તો જલ્દી જ તમારા લગ્ન થઇ જશે.