વડોદરા : ગત શનિવારની સાંજે વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી જવાના મામલે સયાજી હોસ્પિટલના સિનિયર અને ઓનેસ્ટ સુપ્રિ. ડો. રંજન ઐયરને ખાસ ફરજ પરના ઓએસડીએ જાહેરમાં ઉધડો લેતાં તેમની અચાનક તબિયત લથડી હતી. હાલ તેઓ રજા ઉપર હોવાથી હોસ્પિટલના સુચારું વહીવટના ભાગરૂપે આજે બપોર બાદ ઓએસડીએ આપાતકાલીન બેઠક સયાજી હોસ્પિટલના સુપ્રિ.ની ઓફિસમાં ઉચ્ચ તબીબ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં સયાજી અને સમરસ કોવિડ કેરના વહીવટ અને સારવાર સુવિધાની સંભાળ માટે સયાજી હોસ્પિટલના ભૂતપૂર્વ સિનિ. પ્રો.ડો. મીનુ પટેલ અને પીડિયાટ્રીક વોર્ડના ભૂતપૂર્વ એચઓડી ડો. ઉમા નાયકની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. આ મિટિંગમાં ઓએસડી ડો. વિનોદ રાવ, નાયબ કલેકટર બિરેન પાઠક, આરએમઓ ડો. આર.બી.શાહ, કોવિડ કમિટીના એડ્‌વાઈઝર ડો. શીતલ મિસ્ત્રી, નોડલ તબીબ અધિકારી ડો.ઓ.બી.બેલિમ, મેડિકલ સ્ટોર ઈન્ચાર્જ અધિકારી સહિત ઉચ્ચ તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર બનાવની વિગત એવી છે કે ગઈકાલે શનિવારની સાંજે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનના બોટલની કોવિડ કેર સેન્ટરમાં અછત વર્તાઈ હતી જેના પરિણામે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગંભીર પરિસ્થિતિમાં આવેલા કોરોના દર્દીઓને ઓક્સિજન વગર કલાકો સુધી એમ્બ્યુલન્સમાં પડી રહેવાનો વારો આવ્યો હતો. જેના પરિણામે દર્દીના સગાઓએ કોવિડ કેર સેન્ટરની બહાર ભારે હંગામો મચાવ્યો હતો અને મોટી સંખ્યામાં ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. આ ઘટનાને પગલે ઓએસડી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓના સગાઓનો અફરાતફરીનો માહોલ જાેતાં તેઓ રોષે ભરાયા હતા. બીજી તરફ હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયર અને ઓપીડીના ઈન્ચાર્જ તબીબ ડો. જિજ્ઞેશ વસાવા સહીત અન્ય જવાબદાર તબીબો દોડી આવ્યા હતા. ઓક્સિજનના બોટલોની અછત મામલે ઓએસડી રાવે જાહેરમાં ગંભીર ભૂલ અને બેદરકારીના મુદ્‌ે સુપ્રિ. ઐયરનો ઉધડો લીધો હતો અને આ મામલે શોકોઝ નોટિસ ફટકારી હતી.

આ બનાવ બાદ ડો. ઐયરની અચાનક તબિયત લથડત તેઓ હાલ રજા ઉપર હોવાથી ઓએસડીએ સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલના વહીવટ માટે આપાતકાલીન ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી તેમાં આ બંને કોવિડ હોસ્પિટલના વહીવટ માટે ડો. મીનુ પટેલ અને ડો. ઉમા નાયકને સર્વાનુમતે ઈન્ચાર્જ અધિકારી તરીકે નિમણૂક આજે આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર આઈ સપોર્ટ ડો. ઐયરના મેસેજ વહેતા થયા

સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનના બોટલોની અછતના લીધે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પગલે ઓએસડી રાવે હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરને જાહેરમાં પબ્લિક વચ્ચે ખખડાવતાં તેમનો ઉધડો લેતાં બુદ્ધિજીવી વર્ગ અને તબીબીઆલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બુદ્ધિજીવી વર્ગના તબીબોએ ડો. રાવના વર્તનને વખોડી ડો. રંજન ઐયરની તરફેણમ સોશિયલ મીડિયા ઉપર આઈ સપોર્ટ ડો. ઐયર એન્ડ ઓનેસ્ટ સિનિયર એન એક્સેલન્ટ સર્જનના લખાણ સાથે મેસેજાે વહેતા થયા છે અને ડો. રાવનો વિરોધ નોંધાવ્યો છે. શક્ય છે આ વિરોધ તબીબીઆલમમાં વધુ વકરે તો તેના ઘેરા પ્રત્યાઘાતો શહેરમાં અત્યંત ગંભીર પરિસ્થિતિ વણસવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

ડો.રંજન ઐયરની તરફેણમાં ભાજપનું એક જૂથ નારાજ

સયાજી હોસ્પિટલ ખાતે ચાર ચાર કલાક સુધી ઓક્સીજન સુવિધા વિના દર્દીઓ હેરાન થતાં બેદરકારી બદલ ઓએસડી ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલના સર્વેસર્વા ડો. રંજન અય્યરનો જાહેરમાં ઉધળો લીધો હતો. જે બદલ ભાજપનું એક જુથ નારાજ થયું છે તેમજ તેઓએ ડો.રંજન અય્યરની તરફેણમાં ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ધારાસભ્ય સહિતના અગ્રાણીઓનો સમાવેશ થાય છે.