જો તમારી સ્કિનની ચમક ઓછી થતી જઈ રહી છે અને બધાં ઉપાયો કરવા છતાં જોઈએ એવું રિઝલ્ટ નથી મળી રહ્યું તો તમારી ડલ સ્કિનને એકદમ ગ્લોઈંગ અને શાઈની બનાવવા માટે અમે બેસ્ટ ઉપાય લઈને આવ્યા છે. આ ઉપાય સ્કિનને હાઈડ્રેટ કરશે અને જબરદસ્ત ગ્લોઈંગ પણ બનાવશે. હવે ઉનાળાની શરૂઆત પણ થવાની છે. તો તમારી સ્કિન માટે આ બેસ્ટ ઉપાય રહેશે.

ચિયા સીડ :

ચિયા સીડ્સમાં ભરપૂર પોષક તત્વો રહેલાં હોવાથી તેને સુપરફૂડ કહેવાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ડ અને ઓમેગા-3 હોય છે. જે ડલ ફેસની સ્કિનને નિખારવામાં મદદ કરે છે અને ચહેરાનો ગ્લો પણ વધારે છે. રોજ સવારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ચિયા સીડ મિક્સ કરીને પીવો.

તજ :

સવારે પાણી ગરમ કરતી વખતે તેમાં 1 ચપટી તજ પાઉડર અને 1 સફરજનનો ટુકડો નાખીને સહેજ ઉકાળી પછી ગાળીને પીવો. આનાથી બોડીમાં ઈન્સ્યૂલિન કંટ્રોલમાં રહે છે અને સાથે જ ચહેરા પર ગજબનો ગ્લો પણ આવે છે.

સ્ટ્રોબેરીનો રસ :

સવારે જ્યારે તમે પાણી પીવો, ત્યારે તેમાં 1 કપ જેટલો સ્ટ્રોબેરીનો રસ મિક્સ કરીને પીવો. તેનાથી ચહેરા પર ડાઘ ધબ્બા દૂર થશે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

મધ :

રોજ સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલો એક્સ્ટ્રા ફેટ તો દૂર થાય જ છે સાથે જ તેમાં રહેલાં તત્વો સ્કિનને હેલ્ધી અને શાઈની બનાવવામાં મદદ કરે છે.