પાદરા

પાદરા- કરજણ રોડ પર કોઠવાડા ચેકપોસ્ટ પાસે આઇસર ટેમ્પા ચાલકે રોડ પર વળાંક પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આઇસર ટેમ્પો ગાડી રોંગ સાઈડે ઝાડ સાથે અથડાતા ચાલકને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચાલકને ક્રેન વડે ટેમ્પો ખેંચી કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ખાનગી વાહનમાં પાદરા સરકારી દવાખાને ખસેડી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ હતો જ્યારે ટેમ્પાના આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. પાદરા ડભાસા રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા દિનેશભાઇ મગનભાઈ પટેલ નાઓને ત્યાં મધ્યપ્રદેશ રહેતા રીંકુ બુધ્ધસેન સાકેત ઉ.૨૦ નાઓ આઇસર ટેમ્પો ચલાવતા હતા છેલ્લા એક માસથી રીંકુ નોકરી કરતો હતો. ડભાસા ગામે આવેલ પાન ગ્લાસ ગોડાઉન ઉપરથી ખાલી કાચની બોટલોનો માલ ભરી સુરત ટેમ્પો સુરત જવા માટે નીકળેલ હતો.

ગઈકાલે રાત્રીના એકલો ડભાસા થી સુરત જવા નીકળેલ હતો તે દરમ્યાન કરજણ પાદરા રોડ ઉપર કોઠવાડા પોલીસ ચેકપોસ્ટ પાસે ચાલક રીંકુ સાકેત નાઓ એ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આઇસર ટેમ્પો ગાડી રોંગ સાઈડે ઝાડ સાથે અથડાતા ચાલક સ્ટેરિંગ પરદબાઈ જતા ક્રેનવડે ટેમ્પો ખેંચી કેબીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ચાલકને મોઢા ઉપર શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામીહતી સ્થળ ઉપર મોત થવા પામ્યું હતું ખાનગી વાહનમાં પાદરા સરકારી દવાખાને ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે ટેમ્પા ચાલક રીંકુ બુધ્ધસેનઉ.૨૦ નાઓ મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું ટેમ્પોનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો પાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીઅકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી પાદરા ના કોઠવાડા ચેકપોસ્ટ પાસે આઇસર ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોંગ સાઈડે ઝાડ સાથેઅથડાતા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું