મહેસાણા-

બીજી તરફ સિદ્ધપુર મંડળીમાં ઓડિટ વર્ગ આધારે ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થઈ શકતા હતાં. જોકે કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોઈ છેલ્લા બે દિવસ સુધી ચાલેલી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયામાં 103 પૈકી 64 જેટલા ફોર્મ પરત ખેંચાયાં છે. જ્યારે 39 ફોર્મ એક્ટિવ રહ્યાં છે તો આગામી 26 તારીખે જાહેર થનાર માન્ય ઉમેદવારોની યાદી કોર્ટે જાહેર ન કરવા અને સિદ્ધપુર બેઠક બિનહરીફ ન કરવા સૂચન કર્યું છે. જેને પગલે આગામી 29 અને 30 તારીખે હાઇકોર્ટ દ્વારા આદેશ કર્યા બાદ આખરી ઉમેદવાર યાદી અને ચિહ્નો જાહેર કરવામાં આવશે.

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ એટકે દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવવા જઈ રહી છે તે પહેલાં ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર વર્તાઈ રહ્યો છે. જેમાં ઉમેદવાર અરજદારો ન્યાયની માગ સાથે હાઇકોર્ટમાં પહોંચતા કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અધિકારી દ્વારા 21 ડિસેમ્બરને બદલે 22 ડિસેમ્બર ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં ડેરીના પૂર્વ ચેરમેનની ઉમેદવારીવાળી મંડળી મામલે અવઢવ સર્જાતા મામલો હાઇકોર્ટમાં દાખલ થયો હતો.