આણંદ : ખેડૂતોને આર્ત્મનિભર બનાવવાની દિશામાં રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના અમલી બનાવી છે, જે અંતર્ગત આજે સમગ્ર રાજયમાં સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્‌સ, કાંટાળી તારની વાડ યોજના અને ફળ-શાકભાજીના પાકોના બગાડ અટકાવવા માટે સહાય યોજનાના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પેટલાદ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે કહ્યું હતું કે, સાત પગલાં યોજનો સાચા અર્થમાં ખેડૂતોને આર્થિક સદ્ધર કરશે. 

સાંસદે વધુમાં કહ્યું હતું કે, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાય યોજનાથી રાજ્યના ખેત મજૂરો, સિમાંત ખેડૂતો અને મહિલાઓને ખેત કાર્યોમાં પડતો શ્રમ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે, જેથી ખેતકાર્ય ઝડપથી, સમયસર અને ગુણવત્તાયુકત કરી શકશે, જેથી ખેત મજૂરોની જરૂરિયાત તથા ખેતી કાર્યોમાં થતો ખર્ચ પણ ધટાડી શકશે. નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રીની સહાય આપવામાં આવી છે, જેનાંથી તેઓ ગરમી અને વરસાદથી પોતાના શાકભાજી-ફળોને બગડતાં અટકાવી શકશે.

આણંદ ખાતે યોજાયેલાં સમારોહમાં ધારાસભ્ય મહેશભાઇ પટેલે કહ્યું હતું કે, જેમ એક માં પોતાના બાળકની ચિંતા કરે છે તેવી જ રીતે રાજ્યની સરકાર પણ રાજ્યના ખેડૂતોની નાનામાં નાની બાબતોની ચિંતા કરી રહી છે. તેનાં ભાગરૂપે જ આજે લારીમાં શાકભાજી-ફળ વેચતા હોય તેમના માલને ગરમીથી કે વરસાદથી બગડી ન જાય, નાના ખેડૂતને ખેત કાર્યમાં ઓછા શ્રમ કાર્યએ સારું ઉત્પાદન મળે અને ભૂંડ, રોજડા જેવા જાનવરો પાકને નુકશાન ન કરે તે માટે તારની વાડ બાંધવાની સહાય અમલી બનાવી છે.

બોરસદ ખાતે યોજાયેલાં સમારોહમાં ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની, પીડિતોની, શ્રમિકોની અને ગરીબોની સરકાર છે. આ સરકાર જનતાની આકાંક્ષા-અપેક્ષા પ્રમાણે કામ કરતી સરકાર છે. ની સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવા અમારી સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે.

આણંદના કલેક્ટર આર.જી. ગોહિલે જણાવ્યું હતું કે, સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજનાનો વધુમાં વધુ પ્રમાણમાં કેડૂતો લાભ લે. સરકારે કિસાનોને વિકાસનો નવો રાહ ચીંધ્યો છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ હવે પુરુષાર્થ કરી દેશના અને રાજયના અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે.

આજે આણંદ, પેટલાદ અને બોરસદ ખાતે યોજાયેલાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્‌સ, કાંટાળી તારની વાડ યોજના અને ફળ-શાકભાજીના પાકોના બગાડ અટકાવવા માટે સહાય ઉપસ્થિ ત મહાનુભાવોના હસ્તેણ ચૂકવવામાં આવી હતી.

આ પ્રસંગે આણંદ, પેટલાદ અને બોરસદ ખાતે અમરાઈ વાડીના ધારાસભ્ય જગદિશભાઈ પટેલ, પૂર્વ મંત્રી સી.ડી. પટેલ, પૂર્વ ધારસભ્ય સંજયભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક હરેશભાઈ પટેલ, નાયબ પશુપાલન અધિકારી ડૉ. સ્નેહલ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ, નાયબ બાગાયત અધિકારી સ્મિતાબેન, આત્માના પી. બી. પરમાર, અગ્રણીઓ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિાત રહ્યાં હતાં.