ફતેપુરા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં વારંવાર કોઈને કોઈ શાખામાં ભ્રષ્ટાચાર થયાની બૂમો ઉઠતી રહે છે. કાયદાની એસીતેસી કરી અધિકારીઓ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવાની અને સરકારી દફ્તરો સાથે ચેડા કરીને રૂપિયા ઉપાડી ચાવ કરી જવાની આદત રાખતા લાચ્યા અધિકારીઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આજરોજ મનરેગા શાખામાં ફરજ બજાવતાં એક ગ્રામ રોજગાર સેવક દ્વારા કાળીયા ગ્રામ પંચાયતમાં મસ્ટરરોલ ગ્રામ પંચાયતના પાસવર્ડથી પંચાયત લોગીનથી બારોબાર ફીલ કરી ખોટા એમ.બી.નંબર પેજ નંબર નાખી પંચાયત લોગીન પાસવર્ડથી વેજલીસ્ટ જનરેટ કરવામાં આવતાં અને આ ગંભીર પ્રકારની ગેરરિતી આ કર્મચારી દ્વારા કરાતાં આ અંગેની જાણ ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારીને થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને છુટા કરવાનો હુકમ કરતાં ફતેપુરા તાલુકા પંચાયત સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ફતેપુરા તાલુકા પંચાયતમાં છાસવારે કૌંભાડો બહાર આવતાં રહે છે.

ભુતકાળમાં પણ મનરેગા યોજનામા ચાર કરોડની ઉચાપતની ફરિયાદ નોધાતા કેટલાયે સરપંચો જેલના સળિયા પાછળ તેમજ પોસ્ટ માસ્તરે આત્મહત્યા કરી હતી. અવાર નવાર વિવાદીત આ તાલુકા પંચાયતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતાં જિલ્લાભરમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી ટાળે સ્તબ્ધતા સહિત ચકચાર મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે, આ કચેરીમાં ફરજ બજાવતાં ગ્રામ રોજગાર સેવક પ્રવિણભાઈ રૂપાભાઈ બામણીયા દ્વારા કાળીયા ગ્રામ પંચાયતમાં કુલ ૩૧ મસ્ટરરોલ ગ્રામ પંચાયતના પાસવર્ડથી પંચાયત લોગીનથી બારોબાર ફીલ કરી ખોટા એમ.બી.નંબર પેજ નંબર નાંખી પંચાયત લોગીન પાસવર્ડથી વેજસીસ્ટ જનરેટ કરવામાં આવેલ હતાં જે મનરેગા એક્ટ કલમ ૨૫ મુજબ ખુબજ ગંભીર પ્રકારની ગેરરીતી કરી હતી. અને નાણાંકીય ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો