જૂનાગઢ ગરવા ગઢ ગિરનારની ગોદમાં વર્ષોથી ચાલી આવતી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભવનાથની લીલી પરિક્રમા. આ પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પોતપોતાના ગ્રુપ પરિવાર મિત્રો સાથે આવે છે .ત્યારે આ વર્ષે દીવ ઉઠી અગિયારસના દિવસે વિધિવત રીતે શરૂ થતી પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થઇ છે .આ લીલી પરિક્રમામાં તંત્ર દ્વારા જણાવ્યા મુજબ ૧૩ લાખ થી વધુ યાત્રાળુએ પરિક્રમા પૂર્ણ કરી છે .અને પોતાના વતન પરત ફર્યા છે. મુંબઈથી પરિક્રમા કરવા આવેલા મિતેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારું આખું ગ્રુપ મુંબઈથી પરિક્રમા કરવા માટે આવ્યું હતું. પરિક્રમા ના આનંદનું વર્ણન કરવું શબ્દોમાં ખૂબ જ કઠિન છે. ગિરનારના સાનિધ્યમાં પરિક્રમા ની અદભુત અનુભૂતિ અમારા ગ્રુપે કરી છે. આ પરિક્રમામાં પોલીસ અને પ્રશાસન પણ પરિક્રમામાં ખડે પગે હતું. તંત્રનું રાત દિવસ સતત યાત્રાળુઓને માર્ગદર્શન રહ્યું હતું. સ્વચ્છતા માટે પણ ઘણા સારા એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા .અને દરેક યાત્રાળુ એ પણ સ્વચ્છતા નું ધ્યાન રાખવું જાેઈએ. આજે પરિક્રમા પૂર્ણ થઈ છે અને લાખો પરિક્રમાથીઓએ આ પરિક્રમાનો લાભ લીધો છે.યાત્રાળુ અલ્પેશ નાયકી જણાવ્યું હતું કે, મનમાં એક ભાવ જાગ્યો હતો કે ગિરનારની પરિક્રમા કરવી છે.