વડોદરા, તા.૧૯ 

શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે પરંતુ હજુ પણ ટેસ્ટિંગ જાઈએ તેટલા પ્રમાણમાં થઈ રહ્યા નથી. તાજેતરમાં ઓÂક્સજનની કમીના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે ત્યારે વડોદરાને વધારાના ડોક્ટરોની ટીમ અને આરોગ્ય સુવિધા તાત્કાલિક ધોરણે આપવાની માગ સાથે શહેર મહિલા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ ટેસ્ટિંગ હજી પણ જોઈએ એવા પ્રમાણમાં થઈ રહ્યા નથી. કોરોના મહામારીમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ટેસ્ટિંગ માટે વારંવાર ધક્કા ખાતા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ચલાવી લેવાય નહીં. ટેસ્ટિંગથી લઈ સારવાર સુધી દર્દી અને તેઓના પરિવારજનોને અનેક પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડે છે.  

ભૂતકાળમાં વડોદરા પાસેથી એમ્સ આંચકી લીધી પણ હાલના સંજોગોમાં શહેરને તાત્કાલિક વધારાના ડોકટરોની ટીમ તથા આરોગ્ય સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે, જેથી શહેરીજનોમાં વ્યાપેલા ભયની લાગણી દૂર કરી તેઓને પૂરતી અને યોગ્ય આરોગ્ય સુવિધા મળી રહે અને દર વખતની જેમ શહેરને અન્યાય ન થાય તેવી માગ કરી હતી.