પાવીજેતપુર, પાવી જેતપુરના ગઢ ભીખાપુરા ખાતે બે દીવસ પહેલા ૩૦ નવેમ્બરની મોડી રાત્રે ઝાયણીનો કાર્યર્ક્મ રાખવામાં આવ્યો હતો જેમાં સેંકડો લોકોની ભીડ ભેગી થઈ હતી. જેમાં ભાજપના જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ અને પાવી જેતપુર એપીએમસીના ચેરમેન હજાર હતા અને ત્યાં સોશ્યલ ડીસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળતો હતો અને સરકારની ગાઈડ લાઇનનો ભંગ થતાં કદવાલ પોલીસે કાર્યક્રમના આયોજક સામે ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

પાવી જેતપુર તાલુકાનાં ગઢ ભીખાપુરા ગામે બે દીવસ પહેલા ૩૦ મી નવેમ્બરની રાત્રીએ ઝાયણીનો કાર્યક્રમાં રાખ્યો હતો. જેમાં સેંકડો લોકોની ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં કવાંટના જૈન મુનિ રાજેન્દ્રમુની મહારાજ અને જીલ્લા ભાજપના કિસાન મોરચા અને પાવી જેતપુર એ.પી.એમ.સી.ના ચેરમેન મયૂર પટેલ પણ હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની કોરોના ગાઈડલાઇનનો ભંગ થતો નજરે પડતો હતો અને હાજર લોકોએ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ તો કર્યો જ સાથે સાથે મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું તેમાથી ડાયસ પર બીરાજેલ ધાર્મિક સંતો તેમજ ભાજપના નેતા પણ બાકાત ન હતા. આ કાર્યક્રમનો વીડીઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતાં મીડીયામાં ચગ્યો હતો જેને લઈને કદવાલ પોલીસે આ કાર્યક્રમના આયોજક ભરતભાઇ કનુભાઈ રાઠવા સામે ડીઝાસ્ટર મેનેજમેંટ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.એક તરફ સરકાર અને પોલીસ લોકો પાસેથી માસ્ક નહી પહેરવા બાબતે લાખો રૂપિયાનો દંડ વસૂલી રહી છે. ઘરની બાહર નીકળેલો ગરીબ વ્યક્તી પોતાની પાસે ખાવાના પણ પૈસા નથી હોતા ત્યારે તેઓ પાસેથી પણ માસ્કના દંડ વસૂલવામાં આવે છે.