હાલોલ, હાલોલ જીઆઈડીસી ખાતે શનિવારના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના નૂતન ભવન નું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાએલ હતો. જેમાં અતિથિ વિશેષ રાજ્ય કક્ષાના કૃષિ,પંચાયત ને પર્યાવરણ મંત્રી ને હાલોલના ધારાસભ્ય દ્વારા શાસ્ત્રેક્ત વિધીસર, કચેરીનો પાયો નાંખવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા કલેક્ટર, જી.પી.સી.બી ના અધિકારીઓ, પદાધિકારીઓ, પાલીકા તેમજ તાલુકાના સંગઠનના સભ્યો ને સદસ્યો તેમજ જીઆઈડીસીમાં ઔધ્યોગિક એકમો ધરાવતા ઉધ્યેગપતિઓની પ્રેરક ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. 

    હાલોલ જીઆઈડીસીમાં અનેક ખ્યાતનામ આંતરરાષ્ટ્રિય ને રાષ્ટ્રિય કંપનીઓના એકમો આવેલા છે, તેમજ ૩૦૦ થી ૩૫૦ ઉપરાંત નાનાં મોટાં પ્લાસ્ટીકના જભલાં સહિત અન્ય ચિજ વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો આવેલ હોવાથી, હાલોલ જીઆઈડીસીને પ્લાસ્ટીક હબ તરીકે સમગ્ર દેશમાં ઓળખવામાં આવે છે.જેથી આવા એકમોમાંથી ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારનું પ્રદૂષણ ફેલાતું હોવાથી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અવાર નવાર હાલોલ જીઆઈડીસી ખાતે સર્વે હાથ ધરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોવાથી ને તેનું સંચાલન વડોદરા સ્થિત કચેરીએથી કરવામાં આવતું હોવાથી, હાલોલ જીઆઈડીસીના જે કોઈ એકમોના સંચાલકોને વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવેલ હોય અથવા અન્ય કોઈ કામ માટે વડોદરા સ્થિત કચેરી ના ચક્કર લગાવવા પડતા હોવાથી, ને સમગ્ર પંચમહાલ જીલ્લા ના તમામ તાલુકાઓમાં આવેલ ઔધ્યોગિક એકમોને નિયંત્રણ હેઠળ રાખી શકાય તેવા આશય સાથે શનિવારના રોજ હાલોલ જીઆઈડીસી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના નૂતન ભવનનું શાસ્ત્રોક્ત વિધીસર મુહૂર્ત કરાયુ હતું.