વડોદરા-

મોડે-મોડે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા,..વડોદરા શહેરમાં ગઇ કાલે સાંજે ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી...ધોધમાર વરસાદને કારણે રસ્તા નદીમાં ફેરવાયા હતા..


શહેરના વાઘોડીયા,પાણીગેટ,વાડી ટાવર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા..ગણપતી પંડાલમાં પણ પાણી ઘૂસ્યા હતા...જો વળી પાણીગેટ પાસે અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.સાથે સાથે  પાલિકાની નબળી પ્રી- મોન્સુન કામગીરીની પોલ પણ ખોલી નાંખી હતી.


આ સાથે શહેરના એમજી રોજ સહિતના વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. તથા અનેક વિસ્તારોમાં તો આટલા જ વરસાદમાં નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરમાં પાણી ઘુસી ગયા હતા.


રાહદારીઓના વાહનો બંધ થાય તો કોઇ રીક્ષામાં તેમને લઇ જાય તેવી સ્થિતીમાં પણ ન હતું. પાલિકા તંત્રના પાપે લોકોએ ભારે મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો હતો. રસ્તા પર વાહન વ્યવહારની ગતી ચાલુ વરસાદે ઘટી ગઇ હતી. તો પાણી ભરાઇ જવાને કારણે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. કેટલીક જગ્યાએ તો પાણીમાંથી પસાર થતી વેળાએ લોકોના વાહનો બંધ થઇ ગયા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.