વડોદરા, તા.૭

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલા વેસ્ટ માંથી બેસ્ટના નામે લોખંડના ભંગાર માંથી બનાવેલા સ્કલ્પચર પૈકી શહેરના ઓપીરોડ પરના જંકશન પર રોકસ્ટાર સ્કલ્પચર ને મૂકવામાં આવ્યું હતું જે ગત રાત્રે હટાવી લીધું છે સવારે રોકસ્ટાર ગાયબ જાેઈને આ સ્કલ્પચર ક્યા ગયુ તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.જાેકે, પાલિકાના સૂત્રોએ કહ્યુ હતુ કે,રોકસ્ટારને હવે સ્કલ્પચર પાર્કમાં મુકવામાં આવશે.જ્યારે કોર્પોરેશન હવે અહીં યોગમુદ્રા સાથેનું શિલ્પ સંસ્થાના ખર્ચે મૂકવામાં આવશે. જાેકે, રાજમાતાએ તાજેતરમાં ભંગાર માંથી બનાવેલા શીલ્પો સંદર્ભે કરેલી ટકોર બાદ પાલિકા દ્વારા આ શીલ્પોને ખસેડવાની કાર્યવાહી હાથ ઘરી હોંવાનુ જાણવા મળે છે.

કોર્પોરેશન દ્વારા હરણી ખાતે રૂ. ૨.૩૫ કરોડના ખર્ચે સ્કલ્પચરપાર્ક બનાવ્યો છે.જેનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું.આ સ્કલ્પચરપાર્કમાં ૫૭ સ્કલ્પચર મુકવા માટે પેડેસ્ટલ બનાવવામાં આવ્યા છે. જેમાંથી ૩૨ સ્કલ્પચર પેડેસ્ટલ પર મુકી દેવામાં આવ્યા છે. હજી ૨૭ સ્કલ્પચરના પેડેસ્ટલ ખાલી છે. ગત રોજ રાત્રે જેપી રોડ દિવાળીપુરા જંક્શન પર મુકવામાં આવેલ રોકસ્ટારનુ સ્કલ્પચર પાલિકા દ્વારા ખસેડી લેવામાં આવ્યુ હતુ. આ સ્કલ્પચરને હરણી સ્કલ્પચર પાર્કમા મુકવામાં આવશે.જ્યારે તબક્કાવાર આવા અન્ય સ્કલ્પચર પણ હરણી પાર્ક ખાતે ખસેડવામાં આવશે તેમ જાણવા મળે છે.

મેેટલના શિલ્પો ઊભા કરવા સંદર્ભે રાજમાતાએ પણ ટકોર કરી હતી

વડોદરામાં ગયા મહિને રી ઇમેજીંગ વડોદરા અંગેના પરીસંવાદ નું આયોજન કરાયું હતું .જેમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે વડોદરા કલા નગરી છે.અને કલા અને સાંસ્કૃતિક નગરીમાં ગંદા અને આર્ટિસ્ટિક ન હોય તેવા ભંગાર માંથી બનાવેલા મેટલના શિલ્પો ઉભા કરી દેવાયા આવા ગંદા શિલ્પો ઊભા કરી દેવા બદલ વડોદરા નું કોઈ બોલતું નથી તેવી ટકોર સાથે વડોદરાના સુપ્રસિદ્ધ કલાકાર નાગજીભાઈએ બનાવેલુ વડનુ શીલ્પ ખસેડીને છાંણી મુકી દીઘુ આવુ શીલ્પ એરપોર્ટ કે વડોદરામાં જ્યાં એન્ટ્રી પોઈન્ટ હોંય તેવી જગ્યાએ મુકવુ જાેઈએ તેમ પણ રાજમાતાએ કહ્યુ હતુ.

પાંચ વર્ષ પૂર્વે પાલિકાના સ્ટોરમાં પડેલા સ્ક્રેપમાંથી ૨૫ સ્કલ્પચપર બનાવાયા હતા

પાંચ વર્ષ પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલિકાના સ્ટોરમાં પડેલા સ્ક્રેપમાંથી ૨૫ સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્કલ પર મૂકવામાં આવ્યા હતા. વડોદરાના ૨૫ કલાકારોએ પાલિકાના અટલાદરા ખાતેના સ્ક્રેપ યાર્ડમાંથી ૫૦૦૦૦ કિલો સ્ક્રેપનો ઉપયોગ કરીને ૨૫ શિલ્પ બનાવ્યા હતા. જેની પાછળ રૂા. ૨૪ લાખ ખર્ચ થયો હતો.

તબક્કાવાર તમામ મેટલ સ્કલ્પચર ખસેડી હરણી પાર્કમાં મુકાશે

કોર્પોરેશન ભીમનાથ બ્રિજ પાસે એસએસજી નજીક રેડિયોનું જે સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે તે પણ હટાવી લેશે. જ્યારે તબક્કાવાર મેટલ માંથી બનાવેલા અને વિવિઘ સર્કલો પર એટલે ફતેગંજ સર્કલ,વુડા સર્કલ, છાંણી સર્કલ સહિત વિવિઘ સ્થળે મુકવામાં આવેલા મેટલ માંથી બનેલા તમામ સ્કલ્પચર ખસેડીને સ્કલ્પચર પાર્કમાં મુકવાનુ આયોજન હોંવાનુ જાણવા મળે છે.