ગાંધીનગર, કોરોનાના કારણે તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવાનાર છે. પંરતુ બોર્ડની પરીક્ષાઓ ચોક્કસ લેવાશે તેવુ રાજ્ય સરકારે જાહેર કરી દીધું છે. બોર્ડની પરીક્ષાઓની તારીખ પણ આવી ગઈ છે. ત્યારે આ દરમિયાનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર મુજબ, હાલ ધોરણ ૧૦ બોર્ડની મરજિયાત વિષયની પરીક્ષાઓ લેવામાં નહિ આવે. કોરોનાની પરિસ્થિતિને કારણે શિક્ષણ વિભાગ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરીસ્થિતિને ધ્યાનમાં લઈને હાલના સમયમાં પરીક્ષા નહિ લેવાય તેવુ જણાવાયુ છે. સાથે જ બોર્ડ દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે, બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ શાળાઓએ આ મરજીયાત વિષયની પરીક્ષા લેવાની રહેશે. આ ઉપરાંત ધોરણ ૧૦ બોર્ડની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને જીજીઝ્ર બોર્ડની પરીક્ષા સંદર્ભે પત્ર લખીને આ અંગે જાણ કરવામાં આવી છે. એસએસસી બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ૩ દિવસમાં શાળા કક્ષાએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આગામી મહિને એટલે કે, આગામી તા. ૧૦ થી ૨૫ મે દરમિયાન યોજાનાર છે. આ સંજાેગોમાં અગાઉ શાળાના કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ તા. ૧૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન કરવાનું આયોજન હતું. ત્યારે હવે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ બદલી દેવામાં આવી છે.