અરવલ્લી : અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજિક તત્વો સામે ગાળીયો કસ્યો છે. જિલ્લામાં એસઓજી પોલીસે નશાની ખેતી ઝડપી પાડી હતી. જિલ્લામાં ગાંજાનું વ્યસન પણ મોટાપ્રમાણમાં થઇ રહ્યું છે. શહેરી વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદીની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે. જિલ્લામાં ગાંજાના બંધાણીઓ ખેતરમાં કે ઘરની આજુબાજુ એકાદ બે છોડ વાવી નશાને સંતોષતા હોય છે ત્યારે એસઓજી પોલીસે મોડાસા તાલુકાના તખતપુરા ગામેથી કપાસની ખેતીની આડમાં ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી ૪૮ નાના મોટા તાજા લીલા છોડ સાથે ૪૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સુરજી થાવરાભાઈ અસારીને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમે પેટ્રોલીંગમાં હતી એસઓજી હેડકોન્સ્ટબલ કલ્પેશસિંહને તખતપુરા ગામે સુરજી અસારીએ તેના ખેતરમાં કપાસની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે એફએસલ અધિકારી,પંચો સાથે રાખી રેડ કરી કપાસના ખેતરમાં શોધખોળ હાથ ધરતા કપાસના વાવેતર કરેલા ખેતરમાં કપાસની વચ્ચે થોડા થોડા અંતરે ગેરકાયદે ઉછેરેલ ૪૮ છોડ મળી આવતા એસઓજી પોલીસે ૪૮ છોડ કીં.રૂ.૪૬૬૩૦ નો જથ્થો જપ્ત કરી નશાની ખેતી કરનાર સુરજી અસારીની ધરપકડ કરી કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.