રાજકોટ, રાજકોટમાં દશેરા દિવસે કોંગી કાર્યકરો દ્વારા પૂર્વ ઝોન સામાકાંઠે કાર્તિક પાર્ટી પ્લોટ બાજુમાં મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ખેડૂતોની દયનીય સ્થિતિને રજૂ કરતા મોંઘવારીરૂપી રાક્ષસના પૂતળાનું દહન કર્યું હતું. આ મુદ્દે પોલીસે કોંગ્રેસના ૧૨થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જ્યાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે,છેલ્લાં સાત વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સામે અમે ઉગ્ર વિરોધ કરી રહ્યા છીએ. ભાજપ સરકારના ર્નિણયો પ્રજાવિરોધી વશરામ સાગઠીયા આ મુદ્દે કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું હતું કે, ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ - ડીઝલ - રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી ર્નિણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારની આર્થિક નિષ્ફળતાને પ્રતિકાત્મક રીતે મોંઘવારીનું પૂતળા દહન કરવાનો કાર્યક્રમ આપી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં સાત વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોવિડ મહામારીથી વધારે ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી ર્નિણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ - ડીઝલ - રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. દશેરાના દિવસે સત્ય ઉપર સત્યનો વિજય થતો હોય છે. રાવણને રાક્ષસના પ્રતિક તરીકે રાખીને તેના દહનનો કાર્યક્રમ વિજયાદશમીના દિવસે કરવામાં આવતો હોય છે. આજે મનુષ્ય સામે રાક્ષસ તરીકે પ્રતિકાત્મક રીતે જાેઈએ તો મોંઘવારી આજે રાક્ષસની જેમ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. ત્યારે અમે મોંઘવારીના પૂતળાદહનનો કાર્યક્રમ કર્યો હતો.