અમદાવાદ-

ગુજરાતમાં હાલ પુરી થયેલી વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયા બાદ હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિકાસના કાર્યોની સમીક્ષા થશે. CM રૂપાણી શહેરમાં પૂર્ણ થયેલા અને પડતર કામોની સમીક્ષા કરશે. આજે CM રુપાણીની AMCના અધિકારીઓ અને શાસકો સાથેની બેઠકમાં શહેરના મેયર બિજલ પટેલ, કમિશનર અને ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહેશે. CM રુપાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રિવરફ્રન્ટ, રોડની રિસરફેસ સહિતના કામોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં સત્તાધારી પાંખ અને વહીવટી પાંખના મતભેદો મુદ્દે પણ ચર્ચાઇ શકે છે. ગુજરાતમાં આવતી કાલે પેટાચૂંટણીને લઇને મતગણતરી હાથ ધરાવાની છે. ત્યારે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં શહેરના મેયર, કમિશનર અને ડેપ્યુટી મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડ નેતા પણ હાજર રહેશે.