નવી દિલ્હી

સંગીતકાર રામ લક્ષ્મણ (વિજય પાટીલ) નું નિધન થયું છે. શનિવારે સવારે નાગપુરમાં સંગીત દિગ્દર્શકે અંતિમ શ્વાસ લીધા હતા. જેમાં સલમાન ખાનની પ્રથમ સુપર-ડુપર હિટ ફિલ્મ ‘મૈં પ્યાર કિયા’માં રામ લક્ષ્મણે સંગીત આપ્યું હતું. રામલક્ષ્મણ 79 વર્ષના હતા. તેમણે બોલિવૂડની તમામ ફિલ્મોમાં તેમનું સંગીત આપ્યું છે. જેમાં તરાના, મૈં પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈં જેવી ફિલ્મો શામેલ છે.મૃત્યુના સમાચાર મળતાં બધે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. રામ લક્ષ્મણનું અસલી નામ વિજય પાટીલ હતું. તેમણે પોતાના સાથી સુરેન્દ્ર (રામ) ની સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું હતું. પરંતુ સુરેન્દ્રના નિધન ઘણા સમય પહેલા થઇ ગયું હતું.

જેના કારણે આ જોડી સાથે મળીને ઘણું કમાલ કરી શકી ન હતી. આ જોડીએ મળીને માત્ર 1 કે 2 ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. સુરેન્દ્રના મૃત્યુ પછી વિજય પાટીલે તેમનું કાર્ય ચાલુ રાખ્યું અને તેનું નામ બદલીને રામ લક્ષ્મણ કરી દીધું હતું. જે બાદ તેમને ઉદ્યોગમાં રામલક્ષ્મણ તરીકે ઓળખ મળી. તેમણે તેમના સાથીનું નામ તેના આગળથી ક્યારે અતાવ્યું નથી.રામ લક્ષ્મણે હિન્દી ફિલ્મો તેમ જ મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં તેમનું સંગીત આપ્યું.