/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ચોમાસા આધારિત ખેતીમાં કોઈ સ્થિતિ ન જણાતા ખેડુતો ચિંતિત

ગાધીનગર-

હાલ વરસાદે લાંબો વિરામ લીધો છે જેને લઈ ચોમાસા આધારિત ખેતીમાં બરક્ત આવે એવી કોઈ સ્થિતિ જાેવા નથી મળી રહી છે જેને લઇ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. બીજી તરફ્‌ આ સ્થિતિ અને અપૂરતી સિંચાઈ સુવિધાને લઈ ખેડૂતો રોકડીયા એવા બાગાયતી પાકો તરફ્‌ વળ્યાં છે.જેમાં પણ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કંડાચ અને રાબોડ ગામના પ્રતિ વર્ષ ઉત્સાહભેર દૂધી,કારેલા, ટીંડુંરા,કોળુ,રીંગણ, ગલકા,તુરિયાની ખેતી કરી રહ્યા છે.મોંઘાદાટ ખાતર-બિયારણ અને દવાઓનો ખર્ચ કરી પોતાનો પરસેવો પાડી નફે મળવાની આશાએ આ વર્ષે પણ ખેતી કરી દીધી હતી અને પાકનો ઉપજ પણ સારી થઈ છે.પરંતુ હાલ જગતના તાતની હાલત કફેડી બની છે. શાકભાજીની મબલખ ઉપજ છે ત્યાં જ ભાવો તળિયે જતાં રહ્યા છે. શાકભાજીના ભાવો તળિયે જતાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફેડી બની છે. કાલોલ તાલુકાના રાબોડ અને કંડાચ ગામના ખેડૂતોએ તો કેટલાક શાકભાજી પશુઓને ખવડાવવા અને ફેંકી દેવાની શરૃઆત કરી છે તો કેટલાકે ઉભા પાકને ઉખાડી નાંખી ટ્રેકટર ફેરવી દીધું છે. અહીંના ખેડૂતો નિરાશ વદને જણાવે છે કે માર્કેટમાં દલાલ જ કેટલાક શાકભાજી લઈને આવવા નહિં એવા પાટિયા લટકાવી ખરીદવા ઇન્કાર કરી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં શાકભાજીના ભાવો નિયંત્રીત કરે એ અનિવાર્ય બન્યું છે નહીં તો ખેડૂત પાયમાલ થતો જશે અને એક દિવસ આત્મહત્યા કરવા મજબૂર બનશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution