બોલીવૂડના અભિનેત્રી શબાના આઝમીએ 'મી રકસમ' નામની ફિલ્મથી પોતાના પિતા અને ઉર્દૂના ખુબ જાણીતા શાયર કૈફી આઝમીને અંજલી આપી છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ ઓગષ્ટ મહિનાની ૨૧મી તારીખે રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ શબાના આઝમીએ અને નિર્દેશન તેના ભાઇ સૈયદ બાબા આઝમીએ કર્યુ છે.

બાબા આઝમી અગાઉ બેટા, તેજાબ, મિસ્ટર ઇન્ડિયા, પુકાર જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરી ચુકયા છે. મી રકસમ ફિલ્મ પિતા-પુત્રી એટલે કે શબાના આઝમી અને કૈફી અઝમીના જીવન પરથી બનાવાઇ છે. નાના ગામડામાં રહેતી અને ડાન્સર બનવા ઇચ્છતી પુત્રીના સપના પુર કરવા પિતા કઇ રીતે સમાજ સાથે લડે છે. તેની કહાની છે. ફિલ્મમાં દાનિશ હુશેન, અદિતી સુબેદી પિતા-પુત્રીના રોલમાં છે. નસિરૂદ્દીન શાહ જ્ઞાતિના આગેવાન તરીકે જોવા મળશે. શબાના કહે છે. આ ફિલ્મ અંધકારભરેલ જગતમાં આશાના એક કિરણ સમાન છે.