બાર્સિલોના

સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સિલોના ક્લબના નવા પ્રમુખ જોન લાપોર્ટાએ કહ્યું છે કે તેઓ લાયોનેલ મેસ્સીને ક્લબમાં રાખવા માટે કંઈપણ કરવા તૈયાર છે. બુધવારે નવા પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ લાપોર્ટાએ મેસ્સીને ગળે લગાવી કહ્યું કે તેઓ તેમના અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરશે. લાપોર્ટા અગાઉ ૨૦૦૩ અને ૨૦૧૦ ની વચ્ચે ક્લબના પ્રમુખ રહી ચૂક્યા છે.

કેમ્પનૌ ખાતે એક કાર્યક્રમ દરમિયાન લાપોર્ટાએ કહ્યું કે મેસ્સી વિશ્વનો શ્રેષ્ઠ ફૂટબોલર છે. મેસ્સી જાણે છે કે હું તેને પસંદ કરું છું, બાર્સિલોનાના લોકોને પણ તે ગમે છે. જો જો તેના રેહવાથી સ્ટેડિયમ ભરેલું રહે છે, તો તમે આ ક્લબ નહીં છોડો. મેસ્સી આખરે જે પણ ર્નિણય લેશે તે અંતિમ હશે, પરંતુ અમે તેને રોકવાનો પ્રયત્ન કરીશું. આ ઇવેન્ટ દરમિયાન જેરાર્ડ પિશે, સેર્ગીયો રોબર્ટો અને સેર્ગીયો બુસ્કેટ જેવા ખેલાડીઓ પણ હાજર હતા. લાપોર્ટાએ કહ્યું કે કોવિડ-૧૯ ને કારણે ક્લબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ અમે જલ્દીથી તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું. લાપોર્ટાએ કહ્યું કે અમે અર્થવ્યવસ્થામાં સુધાર લાવવાનો પ્રયાસ કરીશું. આ માટે આપણે બાર્સિલોનાના સમર્થનમાં ર્નિણયો લેવા પડશે.

બાર્સિલોના પહેલાથી જ યુઇએફએ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લાપોર્ટાએ ટીમને ઘરેલું ટૂર્નામેન્ટ જીતવા કહ્યું છે. સ્પેનિશ લીગમાં બાર્સિલોના ટોચ પર એટલિટીકો મેડ્રિડથી ૪ પોઇન્ટ પાછળ છે. બાર્સિલોના પાસે લીગમાં રમવા માટે વધુ ૧૧ મેચ છે. તે જ સમયે ટીમે આવતા મહિને એથલેટિક બિલબાઓ સામે કોપા ડેલ રેની ફાઇનલ પણ રમવાની છે.