નવી દિલ્હી 

વર્ષ 2011માં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો હીરો ગણાતા યુવરાજ સિંહને મોટો આંચકો લાગ્યો હતો. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ચાહકો તેમની વાપસીની આશામાં હતા. દરમિયાન, બીસીસીઆઈએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમવા માટેની તેમની ભલામણને ફગાવી દીધી છે.

હકીકતમાં, 2019માં 10 જૂને યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જે બાદ પંજાબની ટીમે યુવરાજને અપીલ કરી હતી કે તે આવતા વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીથી વાપસી કરી શકે. તે દરખાસ્તને સ્વીકારતા યુવરાજે બીસીસીઆઈમાં નિવૃત્તિ લીધા પછી પરત આવવાની અરજી કરી હતી.સાથે બીસીસીઆઈએ યુવરાજની પંજાબ તરફથી રમવા માટેની અપીલને નકારી કાઢી છે.

યુવરાજ સિંહને 2011ના વર્લ્ડ કપ દરમિયાન 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.યુવરાજ સિંહે ભારત માટે કુલ 304 વનડે, 40 ટેસ્ટ અને 58 ટી 20 મેચ રમી છે. આ પછી ભારતથી નિવૃત્ત થયા પછી યુવરાજસિંહે કેનેડામાં ગ્લોબલ ટી 20 લીગમાં પણ ભાગ લીધો હતો. પંજાબ ક્રિકેટ એસોસિએશનની વરિષ્ઠ પસંદગી સમિતિએ કહ્યું છે કે યુવરાજ પાછા ફરશે અને ટીમના માર્ગદર્શક તરીકે કામ કરશે.