નવી દિલ્હી

આર્જેન્ટીનાના મહાન ફુટબોલ ખેલાડી ડિએગો મારાડોના ની બીજીવાર ઑટોપ્સી કરવામાં આવી હતી. જેમાં ખ્યાલ આવ્યો કે તેમણે ન તો આલ્કોહોલ કે પછી ન તો નારકોટિક્સનું સેવન કર્યું હતું. સ્થાનિક અભિયોક્તાના કાર્યાલયએ આ અંગેની જાણકારી જાહેર કરી હતી.

વર્ષ 1986 માં આર્જેન્ટિનાની ફુટબોલ ટીમને ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર ડિઆગો મારાડોનાનું 25 નવેમ્બરના રોજ હદય રોગનો હુમલો આવતા તેમનું દુખદ નિધન થયું હતું. તેના એક દિવસ પહેલા જ આર્જેન્ટિનાની રાજધાનીમાં હોસ્પિટમાં ઓપરેશન કરીને માથામાંથી બ્લડ ક્લૉટ કાઠવામાં આવ્યું હતું. 

ઑટોપ્સીનું પરિણામ સૈન ઇસીઇડ્રોને જાહેર કર્યું હતું. બુધવારે જાહેર કરેલા પરિણામમાં બજાવવામાં આવ્યું હતુંક ડિયાગો મારાડોના કિડની, હદય અને ફેફસાની પરેશાનીથી ઝઝુમી રહ્યા હતા. આ અંગે તપાસ કર્તાઓને કહ્યું કે તે લોકો એ વાતની તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ડૉક્ટરો કે પછી મેડિકલ ટીમના સ્ટાફ તરફથી કોઇ પ્રકારની લાપરવાહી તો નથી કરવામાં આવી હતી. પહેલી ઑટોપ્સીમાં ખ્યાલ આવ્યો હતો કે ડિયાગો મારાડોનાનું નિધન હદય રોગનો હુમલો આવવાના કારણે થયું હતું.