ઢાકા

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ પણ જીતી હતી અને ત્રણ મેચની સિરીઝમાં પણ અજેય ૨-૦ થી લીડ મેળવી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે શ્રીલંકાને જીતવા માટે ૨૪૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. યજમાન ટીમે ૪૮.૧ ઓવરમાં ઓલ આઉટ થયા પહેલા ૨૪૬ રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં ૮૪ રન બનાવનાર વિકેટકીપર બેટ્‌સમેન મુશફિકુર રહીમે ફરી એકવાર શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે ૧૨૭ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૧૨૫ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લક્ષણ સંકધન દ્વારા ત્રણ વિકેટ, દુશ્મંતા ચમીરાએ ત્રણ વિકેટ, ઇસુરુ ઉદનાએ ૨ વિકેટ અને વહિન્દુ હસરંગાએ એક વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ વરસાદને કારણે મેચ વિક્ષેપિત થઈ ત્યારે ૯ વિકેટે ૧૪૧ રન જ બનાવી શકી હતી અને ડકવર્થ લુઇસના નિયમો અનુસાર બાંગ્લાદેશ ૧૦૩ રનથી જીત્યું હતું.