મુંબઈ-

ઘણાબધા ક્રિકેટર્સે બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે, ત્યારે દિપક ચાહરની નજર પણ બોલિવૂડ પર હોય તેમ દેખાઈ રહ્યું છે. હાલમાં એક અભિનેતાની બહેનને ડેટ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બન્ને IPL બાદ સગાઈ કરી લે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, ફાસ્ટ બોલર દિપક ચાહર હાલમાં અભિનેતા વિશાલ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને ડેટ કરી રહ્યો છે અને તેઓ જલ્દી જ લગ્ન કરવાની તૈયારીમાં પણ છે. જોકે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે થોડા દિવસોમાં જ IPL ફરીથી શરૂ થવાની હોવાથી તેઓ ત્યારબાદ સગાઈ અને લગ્ન કરશે. જયા દેખીતી રીતે દીપક ચાહર સાથે દુબઈ જવાની યોજના બનાવી રહી છે. અભિનેત્રી જયા સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે અને બાદમાં તેણે બિગ બોસ 5 અને સ્પ્લિટ્સવિલા 2 જેવા ટીવી શો કર્યા છે. જયા દિલ્હીની છે અને કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે. એવું લાગે છે કે જયા અને તે લાંબા સમયથી સાથે છે, અને સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ એકબીજા પ્રત્યે ખૂબ ગંભીર છે,