મેલબર્ન.તા.૪

ઓ સ્ટ્રેલિયાની વિશ્વ કપ વિજેતા કેપ્ટન મેગ લૈનિંગને આશા છે કે મહિલા વનડે વિશ્વ કપ આગામી વર્ષ યોજના મુજબ ચાલશે અને એને ભરોસો છે કે કોરોના વાઈરસને કારણે લાગેલ બ્રેકથી એની તૈયારી પ્રભાવિત નહીં થાય. પચાસ ઓવરની વિશ્વ કપ આગામી વર્ષ ન્યૂઝીલેન્ડમાં ફ્રેબુઆરી-માર્ચમાં થશે તે નક્કી છે પરંતુ કોવિડ-૧૯ મહામારીની અસર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જેવી ટી૨૦ પુરુષ વિશ્વ કપ પડી શકે છેતો એવી અટકળો છે કે એનો પ્રભાવ મહિલાઓની પ્રતિસ્પર્ધા પર પણ પડી શકે છે. લૈનિંગે જણાવ્યું કે આ ચરણ પર અમે ફક્ત આ જ આશા લગાવી શકીએ છીએ કે વિશ્વ કપ નક્કી સમયના મુજબ આગામી વર્ષની શરૂઆતમાં થશે પરંતુ અમે પ્રતિક્ષા કરીને જાઈશું કે એ કેવું છે. અમારી પાસે એક યોજના છે પરંતુ વસ્તુ ખૂબ જ ઝડપથી બદલાઈ પણ શકે છે. વધુમાં કહ્યું કે અમારું જે ગ્રુપ છે, અમે એક સાથે ઘણા લાંબા સમય સુધી ઘણી ક્રિકેટ રમી ચૂક્યા છે અને અમે કોરોના વાઈરસના કારણે તૈયારી માટે ઓછો સમય મળે છે તો પણ અમે વિશ્વ કપ માટે તૈયાર રહેશું. એમાં મને કોઈ શંકા નથી અને અમે સફળતા પ્રાપ્ત કરીશું.