મુંબઇ 

ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. દીપિકા પાદુકોણ NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ છે. દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ ગેસ્ટ હાઉસ આવી ગઈ છે. માનવામાં આવે છે કે આ બંનેની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. દીપિકાની SITની પાંચ સભ્યોની ટીમ પૂછપરછ કરતાં હોવાનું માનવામાં આવે છે.

NCBની પાંચ અધિકારીઓની ટીમ દીપિકાની પૂછપરછ કરી રહ્યું છે. આ પાંચ અધિકારીમાં એક મહિલા અધિકારી પણ સામેલ છે. NCBના અધિકારીઓએ દીપિકાનો ફોન એક બાજુ મુકાવી દીધો હતો.NCBની ઓફિસ સારા તથા શ્રદ્ધા 10.30 વાગે આવવાના હતી પરંતુ બંનેએ NCBના અધિકારીઓ સમક્ષ સમય માગ્યો હતો અને હવે તેઓ 12.30 વાગે ઓફિસ આવશે.

રિયા તથા રકુલ પ્રીત સિંહે NCBને લેખિત સ્ટેટમેન્ટ આપ્યું હતું. જોકે, દીપિકા લેખિતમાં સ્ટેટમેન્ટ આપશે નહીં. દીપિકા જે બોલશે, તેને ટાઈપ કરવામાં આવશે અને આ કાગળ પર દીપિકાની સહી લેવામાં આવશે.NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ થઈ રહી છે. જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCBની ઓફિસમાં પૂછપરછ થશે. શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનની પૂછપરછ NCB અધિકારી સમીર વાનખેડે કરશે.