મુંબઇ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ગુજરાતના ખ્યાતનામ કલાકાર મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા તેમના એક ટ્વિટ પર આ આરોપ લાગાવવામાં આવ્યો છે. હકીકતમાં 55 વર્ષીય મનોજ જોશીએ રવિવારે કોવિડ -19 નો સંદર્ભ ટ્વીટ કરી હતી. પોતાની ટ્વિટમાં તેમણે કથિત રીતે મુસ્લિમોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે હવે હંગામો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર મનોજ જોશી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. અને તેમને ઘણા ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.

મનોજ જોશીએ તેમના ટ્વિટર હેન્ડલ પર વન લાઈનર લાખી હતી. મનોજ જોશીએ લખ્યું – “જે લોકો ઘરે ઘરેથી અફઝલ નીકાળી રહ્યા હતા, ત્યાંથી ક્યારેય ડોકટરો બહાર નીકાળશે શું ?” મનોજ જોશીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોવિડ -19 સાથે આખો દેશ સંઘર્ષ કરી રહ્યો છે. અભિનેતાનું આ ટ્વિટ થોડા કલાકોમાં વાઇરલ થઈ ગયું, ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમના પર મુસ્લિમો સામે નફરત ફેલાવવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું.


મનોજ જોશીના આ ટ્વિટ પર હવે યુઝર્સ વિવિધ પ્રકારના જવાબો આપી રહ્યા છે. એકે લખ્યું – પણ વિનય ત્રિવેદી ચોક્કસપણે બનાવટી દવા બનાવવા માટે નીકળી રહ્યો છે.

તે જ સમયે, પ્રદીપ નામના વપરાશકર્તા લખે છે – શપથ લો કે જો તમારા પરિવારમાં કોઈ કોવિડનો ભોગ બને છે, તો તમે ક્યારેય સિપ્લામાં બનેલી રેમડેસિવિર નહીં લો. તમને જણાવી દઈએ કે આ વપરાશકર્તાએ સિપ્લાનું નામ લીધું કારણ કે સિપ્લાના માલિકનું નામ ખ્વાજા અબ્દુલ હમીદ છે, જે મુસ્લિમ સમુદાયના છે. આ કોમેન્ટ દ્વારા તેણે મનોજ જોશીને કટાક્ષમાં જવાબ આપ્યો હતો.