મુંબઈ:

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ અભિનેતા એજાઝ ખાન કોરોના પોઝિટિવ બન્યો છે. હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ત્યારે એજાઝ ખાનની પૂછપરછ કરી રહેલી NCB ટીમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એજાઝ ખાનનો બે દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કાલે તેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે.

5 એપ્રિલના સુધી મળી હતી ન્યાયિક કસ્ટડીઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા એક્ટર એજાઝ ખાનની ડ્રગ્સ કેસને લઈને ધરપકડ કરવામાં આવી હતી. પહેલા તેને 3 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાની વાત કરવામાં આવી હતી. જો કે, હવે તેને વધારીને 5 એપ્રિલ કરવામાં આવી હતી અને તેમને ત્યાં સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે. ડ્રગ્સના કેસમાં NCBએ ટીવી અભિનેતા ગૌરવ દિક્ષિતના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે.