મુંબઇ 

અભિનેત્રી કંગના રનૌટ આ દિવસોમાં પોતાની ફિલ્મ થલાઇવીના શૂટિંગમાં વ્યસ્ત છે. જયલલિતાની ભૂમિકા નિભાવી રહેલી કંગના તેના લુક પર ખૂબ જ મહેનત કરી રહી છે. આ ફિલ્મ માટે તેણે પોતાનું વજન 20 કિલો વધાર્યું હતું. પરંતુ હવે જ્યારે ફિલ્મ પૂર્ણ થવાની આરે છે, ત્યારે કંગનાએ આ સ્થિતિમાં એક મોટો પડકારનો સામનો કરવો પડ્યો છે. અભિનેત્રીએ આ વધેલું વજન ઝડપથી ઘટાડવું પડશે.

કંગના રનૌટે તેના વર્કઆઉટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટામાં કંગના રનૌટ યોગની મુદ્રામાં છે. કંગના લખે છે – મે થલાઇવી માટે 20 કિલો વજન વધાર્યું હતું. હવે જ્યારે ફિલ્મ પૂર્ણ થવાની છે, ત્યારે મારે પણ પાછા મારા કદના પાછુ આવવુ છે. જોગિંગ કરવા વહેલા ઉઠવા મારી સાથે કોણ છે? હવે કંગના રાનાઉતનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

થલાઇવી વિશે વાત કરતાં કંગના રનૌટે અનેક તસવીરો શેર કરી છે. તે દરેક ફોટોમાં સીએમ જયલલિતા જેવી લાગે છે. પછી તે તેના બાળપણનું પાત્ર ભજવી રહી હોય કે પછી મુખ્યમંત્રી બન્યા પછીનું હોય. તે દરેક પાત્રને ન્યાય આપી રહી છે.