મોટા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સે પણ એક નવી ફિલ્મ લાઈન અપ કરી છે. વિકી કૌશલ સાથે એક મોટી ફિલ્મ સાઇન કરવામાં આવી છે. ટ્રેડ સૂત્રોથી લઈને વિકી કૌશલના નજીકના લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ હશે પણ ડબલ ધમાલ અને ગોલમાલ ફિલ્મ જેવી નહીં હોય. આ ફિલ્મ ઋષિકેશ મુખર્જીની ફિલ્મ જેવી હશે. લોકડાઉન દરમ્યાન વિકી કૌશલ સાથે ફિલ્મની વાત ચાલી રહી હતી અને આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. વિકી કૌશલના કરિયરની આ પહેલી કોમેડી ફિલ્મ હશે.

પ્રોડક્શન હાઉસને તેનો કોમિક ટાઈમિંગ પસંદ આવ્યો છે માટે જ તેઓ વિકી સાથે કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ યશરાજ સ્ટુડિયોઝની છે જેને ઇનહાઉસ જ ડેવલપ કરવામાં આવી છે. ફિલ્મનું અનાઉન્સમેન્ટ આવી સ્થિતિમાં નહીં થાય. સૂત્રોએ જણાવ્યું કે આ ફિલ્મનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં થશે.