વડોદરા : શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયોરીટીનો રોફ જમાવીને તબીબી શિક્ષણ લઇ રહેલ જુનિયર વિદ્યાર્થી પર ખોફનો માહોલ ફેલાવવા રેગીંગ જેવી ગંદી હરકત કરીને સરસ્વતીધામને બદનામ કરાનાર તત્વો સામે આખરે મેડિકલ કોલેજ દ્વારા રેંગીગ હોસ્ટેલમાં રહીને અસામાજીક પ્રવૃતિ કરતા પાંચ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી હાકી કાઢવાનો નિર્ણય લીધો છે.અને આવતીકાલે વિદ્યાર્થીના વાલીઓને બોલાવી તે બાબતે વાકેફ કરવામા આવશે.

શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં સિનીટોરીટીનો રોફ જમાવવા એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના રેગીંગની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.મેડિકલ કોલેજના સત્તાધિશો દ્વારા રેગીંગમાં સંડોવાયેલ બે જુનિયર નિવાસી તબીબને ટર્મિનેટ કર્યા હતા.અને આજે મેડિકલ કોલેજમાં ૧૫ સભ્યોની કમિટીની બેઠક મળી હતી.જેમાં ડીન ડાॅ. વર્ષા ગોડબોલે, વિદ્યાર્થી પ્રતિનિધિ, મહીલા વિદ્યાર્થિની પ્રતિનિધિ, સિક્યુરીટી હેડ, ફેકલ્ટીના ડીન, નોન ટીચીંગ સ્ટાફના વહીવટકર્તા, સુપ્રિટેન્ડન્ટ, વોર્ડન વિગેરે હાજર રહ્યા હતા.અને આ મામલાને જાેતા ગોરવા પીઆઇને બોલાવવા સાથે રેગીંગમાં ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ હાજર રહ્યા હતા.આ કમિટીની બેઠકમાં રેગીંગમાં સામેલ પાંચ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી કાઢી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આવતીકાલે વિદ્યાર્થીના વાલીઓને બોલાવી તેમના બાળકોને હોસ્ટેલમાંથી કાઢી મુકવા બાબતે જણાવવામાં આવશે. જાે કે આ રેગીંગની ઘટનાના સાત દિવસ પછી સત્તાધિશો દ્વારા કોઇ નક્કર પગલા નહી લેતા સત્તાધિશોની કામગીરીન લઇને અનેક શંકા સેવાઇ રહી હતી.અને લોકસત્તા દ્વારા સત્તાધિશો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં કરાતા વિલંબમાં પ્રકરણમાં ભીનું સંકેલાતું હોવાના અહેવાલ પ્રસિધ્ધ કરાતા આખરે સત્તાધિશો દ્વારા પોલીસને સાથે રાખીને આ મામલામાં તપાસ શરુ કરવાની કોશિશ કરી છે.આ પ્રકરણમાં ૯૦ લાખની લાંચમાં સામેલ પીઆઇ કાનમિયા હાજર રહ્યા હતા.જેથી આ પ્રકરણમાં પોલીસ દ્વારા મામલો રફેદફે કરવાની કોશિશ કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.આજે કમિટીની બેઠકમાં આવેલ વિદ્યાર્થીના વાલીઓએ પણ સત્તાધિશો દ્વારા જે કોઇ પગલા લેવામા આવે તેને સમર્થન આપવાનું જણાવ્યુ હતું.એક વિદ્યાર્થીના પિતા પરમાર કે જે પીએચડી થયા છે.તેઓએ પણ રેગીંગ જેવી ઘટનામાં બીજા કોઇ વિદ્યાર્થી ભોગ ન બને તે માટે જરુરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.આ સમગ્ર ઘટનામાં કોલેજના સત્તાધિશો ખાતાકીય તપાસ ચાલુ રાખશે.અને એક આખરી રીપોર્ટ તૈયાર કરીને પોલીસને ફરિયાદ કરવા લેખિતમાં જાણ કરશે.

કોલેજમાં પડી પથારી ત્રણ માજી વિદ્યાર્થીના

નામ સાથેનો રિપોર્ટ પોલીસને સોંપાયો

વડોદરા ઃ ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતા બીજા વર્ષના વિદ્યાર્થીઓના રેગીંગ મામલે આખરે સત્તાધિશો દ્વારા કોલેજમાં અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ત્રણ જેટલા તત્વો સામે પ્રાથમિક અહેવાલ બનાવી ગોરવા પીઆઇને સોંપ્યો છે.સાથો સાથ બીજા બે લોકો કે જેમને વિદ્યાર્થી ઓળખતા ન હોઇ તેમની ઓળખ થાય તેમજ કોલેજમાંથી ગેરકાયદે રેગીંગની પ્રવૃતિ હંમનેશને માટે ડામવા માટે પોલીસની મદદ લેવામાં આવી છે.આજે એસીપી પરેશ ભેંસાણીયાએ આ બાબતે પત્રકાર પરિષદ કરીને જણાવ્યુ હતું કે ફેકલ્ટીના જવાબદાર વ્યકિતઓ વિરુધ્ધ વિગતવારનો અહેવાલ તૈયાર કરી પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ આપવામાં આવશે. આ સિવાય આ અહેવાલ તપાસ દરમ્યાન બહારી અન્ય માણસો કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કમિટીને ખલેલ પહોંચાડવામા ન આવે તે બાબતે લેખિતમાં એક રીપોર્ટ આવા વ્યક્તિઓ અન વિદ્યાર્થીઓના નામજાેગ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં આપવામાં આવશે.પરેશ ભેસાણીયાએ વધુમાં જણાવ્યું હતું કે તા ૨૪ ના રોજ સવારના ચાર વાગ્યા દરમ્યાન ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષના સીઆરને ફોન કરી અને બીજા વર્ષના ૫૦ થી૬૦ વિદ્યાર્થીઓને બોલાવી હાજર રાખી હોસ્ટેલ ખાતે ઉઠકબેઠક કરાવી હતી.અને આજે મળેલી બેઠકમાં જરુરી તકેદારીરુપે ગોત્રી મેડિકલ કોલેજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રેગિંગની ઘટનામાં રાજ્ય સરકારે તપાસના આદેશ જારી કર્યા

વડોદરા ઃ ગોત્રી મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટનાના પડધા ગાંધીનગર સુધી પડયા છે.રેગીંગ જેવી ઘટનાને નેસ્તનાબૂદ કરવા ઘડવામાં આવેલ કાયદાનું ચુસ્ત પાલન કરીને રેગીંગ કરતા તત્વોને જેર કરીને તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકારે મેડિકલ કોલેજના સત્તાધિશો પાસે ઘટનાનો વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે.અને રાજ્ય સરકારે આ સમગ્ર પ્રકરણની તપાસના આદેશ જારી કર્યા છે.રાજ્ય સરકારની એક વિશેષ ટીમ આ પ્રકરણની ઉંડાણપૂર્વક તપાસ કરીને રાજય સરકારને અહેવાલ સુપ્રત કરશે.અને જેના આધારે રેગીંગ કરનાર તત્વો સામે કાર્યવાહી કરશે.