અમદાવાદ-

દિવાળીના તહેવારો દરમિયાન અને ત્યારબાદ કોરોના વાયરસનું જીવલેણ સંક્રમણ વધવાની આશંકા વ્યક્ત કરાઇ છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ કોર્પોરેશને હવે રાત્રીના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અગાઉ જે 27 વિસ્તારોમાં પહેલા દવાની દુકાન સિવાયના એકમોને સવારના 10 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી ખુલા રાખવાના નિર્ણય લેવામાં આવ્યો હતો તેમા ફેરફાર કર્યો છે અને હવે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

હાલમાં દિવાળીમો તહેવાર આવતો હોવાથી લોકો દિવસ દરમિયાન મોટા ભાગના લોકો ઓફિસના કામમાં બીજી હોય છે. જેને લઈને કોર્પોરેશને રાત્રીના 12 વાગ્યા સુધી દુકાનોને વેપાર ધંધો કરવા માટે છૂટ આપી છે. આ પહેલા પણ વેપારીએ દ્વારા તંત્રને વિનંતી કરી હતી કે દુકાનો ખુલી રાખવાના સમયમાં વધારો કરવામાં આવે. કોર્પોરેશનના આ નિર્ણયથી વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. 

નવેમ્બર મહિનાની શરુઆતથી એએમટીએસમા મુસાફરોની સંખ્યામા વધારો જોવા મળ્યો છે. દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે ત્યારે લોકો તેની ખરીદી માટે બહાર નીકળી રહ્યા છે આથી એએમટીએસની બસમા મુસાફરી કરનારની સંખ્યા પણ વધી રહી છે.