કોલંબો 

પૂર્વ મધ્યમ ક્રમના બેટ્‌સમેન હસન તિલકરત્નેને છ મહિનાના સમયગાળા માટે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ૧૯૯૬ ના વર્લ્‌ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા તિલકરત્ને આ પહેલા અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. શ્રીલંકા ક્રિકેટે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, શ્રીલંકા ક્રિકેટ ઘોષણા કરે છે કે હસન તિલકરત્ને રાષ્ટ્રીય મહિલા ટીમની મુખ્ય કોચ બનશે. આ નિમણૂક ૧ જૂન, ૨૦૨૧ થી લાગુ થશે. તેનો કરાર ૩૧ ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ તે શ્રીલંકા ક્રિકેટ તરફથી ફેબ્રુઆરી-માર્ચમાં વિમેન્સ વર્લ્‌ડ કપ ન્યુઝીલેન્ડમાં યોજાનારી હોવાથી તેને એક નવી ડીલ મળશે તેવું સમજી શકાય છે. ૧૫ વર્ષની કારકિર્દીમાં તેણે ૮૩ ટેસ્ટ રમી છે અને ૧૧ સદી સહિત ૪૫૪૫ રન બનાવ્યા છે. તેણે ૨૦૦ વનડે મેચ પણ રમી હતી અને ૩૭૮૯ રન બનાવ્યા હતા.