સુરત,તા.૩ 

મોટા વરાછા સુદામા ચોક તુલસી રેસીડેન્સીમાં રહેતા મૂળ ભાવનગરના ગારીયાધારના વતની ચિરાગ ખેની (ઉ.વ.૨૬) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચિરાગ ઍક વર્ષથી વરાછા મીનીબજાર શિવરત્ન બિલ્ડિંગમાં ભાડેથી દુકાન રાખીને કેપ્ટસ ઍન્ટરપ્રાઈઝીસ પ્રા,.લી નામથી હિરા લે -વેચનો વેપાર કરે છે.હાલમાં હિરાનો વેપાર બંધ છે. ચિરાગ અલગ અલગ દેશોમાં હિરાનો માલ વેચવા માટે જતો હતો તે દરમિયાન જાનવી ડાયમંડમાં અનુજ લાભચંદ બોહરા (રહે, સુર્યવંશી ટાવર નહેરુપાર્ક વસ્ત્રાપુર આંબાવાડી અમદાવાદ) સાતે પરિચય થયો હતો. બંને જણા ભારતના હોવાથી સારી મિત્રતા થઈ ઙતી. અનુજ બોહરા દુબઈમાં શાઈન ડાયમંડમાં હીરાનો વેપાર કરતો હતો. અને ભારતથી હિરાનો માલ લઈ જતો હતો.૧૨ જન્યુઆરી ૨૦૧૯ના રોજ અનુજે ૩૨,૪૮,૮૭૮નો હીરાનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ અનુજે તુર્કીનો મોટો ઓર્ડર છે હાથો હાથ પેમેન્ટ મળી જસે હોવાનુ કહી ૬ ફે્‌બ્રુઆરી, ૮મી માર્ચ અને ૧૯મી માર્ચના સમયગાળામાં વધ રૂપિયા ૯૧,૭૫,૯૬૮નો હીરાનો માલ મંગાવતા ચિરાગે કુરીયર દ્વારા દુર્બઈ મોકલી આપ્યો હતો આ માલ મુબઈના બી.કે.સી નામના હીરા માર્કેટમાં યશ જવેલસ નામથી હીરાનો વેપાર કરતા હિમ્મત જસાણી પાસેથી લઈને મોકલ્યો હતો. અને આ મામલ દુબઈમાં રહેતા દિલીપ વીરાણી મારફતે અનુજને આપ્યો હતો. અનુજે કુલ રૂપિયા ૧,૪૮,૪૮,૩૯૪નો હીરાનો માલ ખરીદ્યા બાદ અવાર નવાર પેમેન્ટની ઉઘરાણી કરતા પેમેન્ટ આપી દેવાનું કહી સમય પસાર કર્યો હતો. અને ૨૪ માર્ચથી પાંચ દિવસનું તુર્કી ખાતે હિરાનું પ્રદર્શન છે ત્યા પેમેન્ટ આપી દેવાનુ કહ્યું હતું. પરંતુ અનુજ આવ્યો ન હતો. ચિરાગ ભારત પાછી ગ.યો હતો અને અમદાવાદ તેના ઘરે જતા તેના પિતાએ અનુજની ખબર નથી હોવાનુ કહ્યું હતુ. જાે કે, ચિરાગ ૨૫મી ફેબ્રુ્‌આરીના રોજ અમદાવાદ ગયો હતો તે વખતે તેના ઘરે જતા અનુજ બોહરા ઘરે મળ્યો હતો. પરંતુ ચિરાગને જાઈને ભાગી ગયો હતો. અનુજે તેની પાસેથી હીરાનો માલ ખરીદ્યા બાદ રૂપિયા ૧,૪૮,૪૮,૩૯૪નો છેતરપિડી કરી છે અને ગઈકાલે ફરિયાદ નોઁધાવી હતી.