ગાંઘીનગર,

કોરોનના કહેર ને કારણે એસટી નિગમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.અને ત્યાર બાદ બસ સેવા શરૂ કરવામાં આવી પરંતુ 30 ટકા જ સંચાલન થઈ રહ્યું છે.ત્યારે એસટી નિગમની આવકમાં વધારો થાય અને પ્રવાસીઓ ને સુવિધા મળી રહે તે એસટી નિગમની એક્સપ્રેસ બસનું સંચાલન શરૂ કરવામાં આવશે. પહેલી જુલાઈથી એક્સપ્રેસ બસનું સંચાલન શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારનું સંચાલન સ્થગિત કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ અનલોક 2.0 માં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત પ્રવાસીઓએ કરવાનું રહેશે.અને બસમાં ચડતા -ઉતરતા પ્રવાસીઓનું થર્મલ ગનથી સ્કેનિગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

એક્સપ્રેસ બસનું ઓનલાઈન બુકીંગ પણ શરૂ કરવામાં આવશે, તેમજ એક જ ગુપના લોકો દ્વારા બસ માગણી કરવામાં આવશે તો એક્સ્ટ્રા બસનું ફાળવણી કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે એસટી નિગમના કર્મચારીઓ અને પ્રવાસીઓ સરકારની ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે.

22 માર્ચ 2020થી એસટી બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું હતું. 20 મેં 2020ના સરકાર નું સૂચના બાદ સવારના 7 થી સાંજના 6 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લા સિવાય બસ સેવા શરૂ કરાઇ હતી.

તેમજ 1 જૂન 2020થી માઈક્રો કન્ટેઈમેન્ટ અને કન્ટેઈમેન્ટ વિસ્તાર સિવાય બસ સેવા શરૂ કરાઇ છે. જોકે બસ સેવા સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલી છે. જેના કારણે એસટી બસ રાતનું સંચાલન બંધ છે,પરંતુ પહેલી જુલાઈથી એક્સપ્રેસ બસનું સંચાલન શરૂ કરવા નિર્ણય કરાયો છે.