ગાંધીનગર,

ગુજરાતમાં કોરોનાનું ઉગ્ર સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં 712 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાય, જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે .આ પહેલા સતત સાત દિવસે સુધી 600થી વધુ નવા કેસ નોંધાયા હતા.આ પૂર્વે ગત શુક્રવારે 687, ગુરુવારે 681, બુધવારે 675, મંગળવારે 620, સોમવારે 626, રવિવારે 624 અને શનિવારે 615 નવા કેસ નોંધાયા હતા. 

આજે અમદાવાદમાં ઘટ્યા જ્યારે સુરતમાં ફરી એક દિવસમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા અમદાવાદમાં આજે 172 નવા પોઝિટિવ કેસ અને 9 દર્દીના મોત થયા, 218 દર્દીઓ સાજા થયા સુરત શહેરમાં આજે 253 નવા કોરોના પોઝિટિવ કેસ, 4 દર્દીના મોત અને 109 દર્દીઓ સાજા થયા આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 35,398 પહોંચી 

આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યો રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 1927 થયો તો બીજી બાજુ સારવાર બાદ 473 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા આજે રાજ્યમાં કુલ 8,481 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસ છે 

રાજ્યમાં અત્યાર સુધી 4,04,354 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ 

કુલ પોઝિટિવ કેસઃ 35,398

કુલ એક્ટિવ કેસઃ 8057

કુલ મૃત્યુઆંકઃ 1927

સાજા થયેલા દર્દીઓઃ 25,414

આજે થયેલા કોરોના ટેસ્ટઃ 8481

કુલ કોરોના ટેસ્ટઃ 4,04,354

ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 2,60,614