અમદાવાદ-

ફાયર એન ઓ સી મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી, આજે હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોગંદનામુ વિગતવાર રજૂ નહીં કરતાં મ્યુનિસપિલ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. અરજદારે કહ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વિગતો પૂરતી રજૂ કરવામાં આવી નથી. આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું હતું કે તમે એક બિલ્ડર કે અધિકારી બતાવો જેના વિરુદ્ધમાં તમે કાર્યવાહી કરી હોય. તમે માત્ર કાગળ પર જ કાર્યવાહી કરો છો જે યોગ્ય નથી.

આજે સુનાવણીમાં બી યુ પરમીશન અને ફાયર એન ઓ સી મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારે કહ્યું હતું કે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોર્ટના આદેશ બાદ પણ 377 જેટલી બિલ્ડીંગો ને જ ફક્ત નોટિસ આપવામાં આવી છે તારે કોર્ટે કહ્યું કે ત્રણ મહિના નહીં એક મહિના બાદ આ 377 જેટલાને નોટિસ આપવામાં આવી છે ટકોર કરવામાં આવે ત્યારે જ કામ થાય છે. જોકે વધુમાં અરજદારે કહ્યું હતું કે 807 જેટલી બિલ્ડીંગોને એન ઓ સી આપવામાં આવી છે. હાઇરાઇઝ બિલ્ડીંગોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે આ મુદ્દે એડ્વોકેટ જનરલે જણાવ્યુ હતું કે કેટલીક બિલ્ડીંગ એવી છે જેમાં એન ઓ સી આપી શકાય એમ નથી બહુ જૂની બિલ્ડીંગો છે અમે ફ્ક્ત એનું ડિમોલેશન કરી શકીએ.

ત્યારે કોર્ટે કહ્યું હતું કે તમે કોઈ પણ અધિકારી કે બિલ્ડર સામે કાર્યવાહી કરી હોય તે બતાવો. તમે ખાલી કાગળ પર જ કાર્યવાહી કરો છો એક્શન લેવામાં આવતી નથી. 2011માં ગુડાના બિલ્ડર સામે તમે સુ કાર્યવાહી કરી તે મને જણાવો. તમે ખાલી વાતો કરો છો કોઈ પણ વસ્તુનો નિકાલ લાવાનો પ્રયન્ત કરતાં નથી. રાજ્યમાં મન ફાવે એમ બિલ્ડીંગો ઊભી કરી છે કંટ્રકશન ઊભું કર્યું છે. જ્યાં સુધી આ રોકવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તેવું કોર્ટે કહ્યું હતું ત્યારે સામે જવાબમાં એડ્વોકેટ જનરલ એ જણાવ્યુ હતું કે અમે નોટિસ પણ આપીએ છીએ અને દંડ પણ લઈએ છીએ થોડો સમય લાગી રહ્યો છે તારે કોર્ટે કટાક્ષ કર્યો હતો કે કેમ ટેક્સ લેવામાં નિરસતા દાખવતાં નથી અને કામમાં નિરસતા આવે છે. તમે આ બધુ ગેરકાયદેસર બાંધકામ બંધ કરો તો નિવારણ આવી જશે.

ત્યારે અરજદારે કોર્ટને કહ્યું હતું કે કોઈ પણ અધિકારી વિરુદ્ધમાં પગલાં લેવામાં આવતા નથી અને પછી કહે છે કે અમે કામ કરીએ છીએ અને કોર્ટે ને કહે છે કે અમે હવે શું કરીએ.; ત્યારે કોર્ટે કહ્યું હતું કે અમે 4 અઠવાડીયા થી સમય આપીએ છીએ એકલો સમય માગો છો કામ કરતાં નથી પરંતુ હવે તમને સમય નહીં મળે એટલું તમે ધ્યાન રાખજો. ત્યારે એડ્વોકેટ જનરલે કહ્યું હતું કે આગામી સમય માં અમે પ્લાન સાથે આવીશું અને 2 પ્લાન તૈયાર કરીશું ત્યારે કોર્ટે કહ્યું કે 2030માં પણ અમારે આ ચર્ચા કરવીના પડે તેનું ધ્યાન રાખજો ત્યારે એડ્વોકેટ જનરલ એ કહ્યું હતું કે અમે એક કામ કરી શકીએ કા તમે આવી બિલ્ડીંગોને તોડી પાડીએ અથવા અને તેને ઓર્ડિનન્સ નોટિસ આપીએ. કોર્ટે કહ્યું કે અમને ખબર નથી કે કેટલી ગેરકાયદેશર બિલ્ડીંગ છે. તમે હવે પ્રોપર પ્લાન સાથે જ હાજર થશો.

90 ટકા બિલ્ડીંગો પાસે બી યુ પરમીશન નથી અને તે બિલ્ડીંગ યુઝ પરમીશન વિનાની છે. જોકે આમાં નોટિસ આપી શકાય અને બી યુ નહીં મેળવનાર સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોર્ટે કહ્યું કે તમે અનિયમિત બાંધકામ ને નિયત કરવાનો કાયદો લાવ્યા હતા એનું શું થયું કયા અધિકારીઓ અને કેટલા અધિકારીઓએ સામે તમે પગલાં લીધા. જે લોકો બી યુ પરમીશન વગર હેતુ ફેર કરીને બિલ્ડીંગોનો યુજ કરે છે તે લોકોના વીજળી અને પાણી ગટરના કનેક્શન કેમ કાપી નાખવામાં આવતા નથી. આ તમામ નિરાકરણ માટે તમને એક મહિના નો સમય આપીએ છીએ બધુ કોંક્રિટ પ્લાન સાથે હાજર થજો.