દિલ્હી-

ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત અન્ય મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્‌સની વેલિડિટી સરકારે એકવાર ફરીથી વધારી છે. કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખીને આ તમામ ડોક્યૂમેન્ટ્‌સ હવે ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પહેલા આ તમામ ડોક્યૂમેન્ટ્‌સની માન્યતા ૩૦ જૂનના રોજ ખતમ થઈ રહી હતી. સરકારના આ પગલાથી કરોડો લોકોને રાહત મળશે.

રોડ અને પરિવહન મંત્રાલય તરફથી બહાર પડેલા આદેશ મુજબ આ ડોક્યૂમેન્ટ્‌સ કે જે ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં એક્સપાયર થઈ ગયા હતા કે પછી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં એક્સપાયર થવાના છે અને લોકડાઉન પ્રતિબંધોના કારણે રિન્યૂ નથી થઈ શક્યા તેમને હવે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી કાયદેસર માન્ય ગણાશે. મંત્રાલય તરફથી તમામ સંભવિત વિભાગોને આ અંગે આદેશ આપવામાં આવ્યા છે. તેમને કહેવાયું છે કે તેનાથી નાગરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવી જાેઈએ નહીં. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ તેને તત્કાળ પ્રભાવથી લાગૂ કરે જેથી કરીને ટ્રાન્સપોટ્‌ર્સ અને અન્ય સંસ્થાઓ જે આ કપરી પરિસ્થિતિમાં કામ કરી રહી છે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા કે હેરાનગતિનો સામનો ન કરવો પડે.