ગાંધીનગર-

ગુજરાત વિધાનસભામાં આજે ઉત્તર ગુજરાત મહેસાણા ના ધારાસભ્ય રમણભાઈ પટેલે ટૂંકી મુદત નો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો જોકે તેમના પ્રશ્નનો ઉત્તર કૃષિમંત્રી આર.સી.ફળદુ એ વિગતે આપ્યો હતો. પરંતુ વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ ઉપસ્થિત કરેલા પેટા પ્રશ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાધાનકારી ઉત્તર આપતા ગૃહમાં શાંતિ છવાઇ હતી.

ગુજરાત વિધાનસભામાં આજે મહેસાણા ના ધારાસભ્ય રમણ પટેલ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ટૂંકી મુદત નો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો જોકે તેમના પ્રશ્નના ઉત્તરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ એ દુષ્કાળ અને અતિવૃષ્ટિ ની વ્યાખ્યા સાથે કયા કયા જોખમો યોજનામાં સામેલ કર્યા છે તેની વિસ્તૃત માહિતી આપી હતી

તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ પણ સરકાર સમક્ષ આક્ષેપ કર્યો હતો કે કોઈપણ વ્યક્તિને એક ઘડો પાણી પીવડાવવા પછી એ વ્યક્તિની એક મહિનો પાણી ન આપીએ તો ચાલે ? તેમની આ ટિપ્પણી થી ગૃહમાં બંને પક્ષે હોબાળો શરૂ થયો હતો જો કે આ હોબાળા વચ્ચે હર્ષદ રિબડિયા એ છેલ્લા ચાર વર્ષનો પાક વીમો સરકાર આપવા માગે છે કે નહીં અને ક્રોપ કટીંગ ના આંકડા ક્યારેય જાહેર કરશો તેવી માગણી કરી હતી જોકે આર.સી.ફળદુએ પણ હર્ષદ રિબડિયા ના રાજકીય નિવેદન સામે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો કે વિપક્ષના પૂર્વજોએ ભૂતકાળમાં પાક વીમા ની રજૂઆત કરવા આવેલા ખેડૂતોને ગોળીએ ધરબી દેનારા આજે પાક વીમા ની વાતો કેમ કરે છે ?

આર.સી.ફળદુ ના આ નિવેદન સામે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં હોબાળો શરૂ કર્યો હતો જોકે બન્ને પક્ષના હોબળા ને શાંત કરવા અધ્યક્ષે કડક ટકોર કરી હતી. તો બીજી તરફ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ ની સરકારે કરેલી વ્યાખ્યાથી અન્ય ખેડૂતો સરકાર દ્વારા મળવાપાત્ર લાભ થી વંચિત રહી જાય છે. માટે સરકાર આ ધારાધોરણો માં ફેરફાર કરવા માગે છે કે કેમ ? તેવો પ્રશ્ન ભૂલમાં ઉપસ્થિત કર્યો હતો જોકે પરેશ ધાનાણીના આ પ્રશ્ન બાદ ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષના સૂચનો આ અંગે અમારી સરકારનું મન ખુલ્લું છે અને આ યોજના જાહેર કરી છે ત્યારે હવે તેના અનુભવના આધારે યોજનાના માપદંડોમાં સુધારો વધારો કરવા સરકાર તૈયાર છે અને વિપક્ષ સાથે બેસીને ખુલ્લા મને સમગ્ર યોજના ની જરૂર જણાય ત્યાં સુધારા-વધારા કરી શકું તેવો વિશ્વાસ આપ્યો હતો