વડોદરા : વડોદરા રેલવે સ્ટેશનની સામે કોર્પોરેશનની દુકાને પ્રવાસીગૃહ અને જિલ્લા પંચાયતની કેટલીક જગ્યા તોડીને સ્માર્ટ સીટી અંતર્ગત બનાવાયેલ જન મહેલનુ સીટી ટ્રાન્સપોર્ટ હબ જાણે જલ મહેલ બન્યુ હોંય તેમ સીટી બસ સ્ટેન્ડ પર સામાન્ય વરસાદમાં પાણાી ભરાતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બસ ઉભી રહે છે ત્યાતો ઠીક પણ મુસાફરોને બેસવાની જગ્યા બનાવાઈ છે ત્યા પણ પાણી ભરાતા કરોડોના ખર્ચે ખાનગી બીલ્ડર દ્વારા બનાવાયેલ આ સીટી ટ્રાન્સપોર્ટ હબ કેવુ બનાવ્યુ તેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કરોડોના પ્રોજેક્ટ પોતે કે લોક ભાગીદારી એટલી પીપીપી ધોરણે કરવામાં આવ્યા. જેમા રેલવે સ્ટેશનની સામે આવેલા કોર્પોરેશનની દુકાનો અને પ્રવાસી ગૃહ તેમજ જિલ્લા પંચાયતના પથીક ભવનનો કેટલોક ભાગ તોડીને જન મહેલ અને સીટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં યુનિવર્સિટીની દિવાલ તોડવાની વાત તેમજ કરોડોની કીંમતની આ જગ્યા ખાનગી બીલ્ડરને આપી દેવાને લઈ વિવાાદ સર્જાયો હતો.

ઈસ્કોન બિલ્ડર દ્વારા બનાવાયેલ આ સ્થળે એકાદ દોઢ વર્ષ પહેલાજ સીટી ટ્રાન્સપોર્ટ હબ શરૂ કરવામાં આવ્યુ છે. જ્યા બસો બહાર નિકળવામાં મુશ્કેલી સર્જાવાની સાથે હવે હજુ તો બરાબર વરસાદ શરૂ થયો નથી ત્યાં છત ટપકવાની સાથી મુસાફરોને જ્યા બેસવાની જગ્યા બનાવવામાં આવી છે. ત્યા પાણી ભરાતા હોંવાથી જન મહેલ વરસાદની શરૂઆતમાંજ જલ મહેલ બન્યો છે.બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અને સ્માર્ટ સીટી હબ આવુ કેવુ બનાવાયુ તેની ચર્ચાઓ શરૂ થઈ છે.