અંક્લેશ્વર, અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની ટ્રસ્ટની જગ્યા ગામના જ રીઝવાન પાંડોરને આપવામાં આવી છે. આ જગ્યામાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલબેગો દાટવામાં આવતી હોવાની ફરિયાદને પગલે જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરી રૂ. ૨૫ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. કાપોદ્રા ગામની ટ્રસ્ટની જગ્યા (સર્વે.ન. ૧૧૭ ) ગામના જ રીઝવાન પાંડોરને ભાડે આપવામાં આવી છે. આ જગ્યામાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગો દાટવામાં આવતી હતી. જે અંગેની જાણ થતા સામાજીક આગેવાન ઇસ્માઇલમતાદાર દ્વારા જીપીસીબી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી હતી. જેના સંદર્ભમાં તપાસ બાદ કસુરવારોને રૂ. ૨૫ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. આ અંગે સામાજીક આગેવાન ઈસ્માઈલ મતાદારના જણાવ્યા મુજબ ટ્રસ્ટની જગ્યા ટ્રસ્ટ દ્વારા શરતો સાથે ભાડે પટ્ટે આપવામાં આવી છે. જ્યાં શરતોનું ઉલ્લંઘન કરી શંકાસ્પદ દેખાતી પ્રદુષિત વેસ્ટની દુર્ગંધવાળી બેગો ખાડામાં દાટવા માટે ઠાલવવામાં આવી રહી હતી. જાગૃત નાગરિક તરીકે આ બાબતની ફરિયાદ સંબંધીત અધિકારીઓ અને પર્યાવરણની સંસ્થાઓને પુરાવા સાથે કરી હતી. જેની યોગ્ય તપાસ થતા યોગ્ય કાર્યવાહી થઇ છે.