ગાંધીનગર-

દેશભરમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસ વધતા જઇ રહ્યા છે. ગુજરાતના વડોદરામાં પણ બ્લેક ફંગસના ૨૬૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે. હવે આ સાથે શહેરમાં વધુ એક ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી રહ્યો છે, જેનું નામ છે એસ્પરગિલોસિસ. જાણકારી અનુસાર, આ ઇન્ફેક્શન કોરોનાના દર્દી અથવા કોરોનાથી સ્વસ્થ થઇ ચુકેલા દર્દીઓને થઇ રહ્યુ છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આ નવા ફંગલ ઇન્ફેક્શનના ૮ દર્દી છે, જે ગત અઠવાડિયે દાખલ થયા છે. શહેર અને જિલ્લા તંત્ર માટે કોવિડ-૧૯ના સલાહકાર ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યુ, પલમોનરી એસ્પરગિલોસિસ ખાસ કરીને ઇમ્યૂનો-કોમ્પ્રોમાઇજ્ડ રોગીઓમાં જાેવા મળે છે પરંતુ સાઇનસનો એસ્પરગિલોસિસ દુર્લભ છે. અમે તેને હવે આ રોગીઓમાં જાેઇ રહ્યા છીએ જે કોવિડથી સ્વસ્થ થઇ ગયા છે અથવા તેમની સારવાર ચાલી રહી છે. જાેકે, એસ્પરગિલોસિસ મ્યુકોર્મિકોસિસ જેટલુ વિકૃત નથી પરંતુ આ આક્રમક છે. આ દિવસોમાં જાેવા જઇએ તો ફંગલ સંક્રમણ મોટાભાગે રાઇનો-સેરેબ્રલ માર્ગમાં આક્રમક હોય છે.

ડૉક્ટર શીતલ મિસ્ત્રી અનુસાર, આટલા ફંગલ ઇન્ફેક્શનના કેસ સામે એટલા માટે આવી રહ્યા છે કારણ કે દર્દીઓના ઉપયોગ માટે સ્ટેરોઇડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ઓક્સીજનના પુરવઠાને હાઇડ્રેટ કરવા માટે નોન સ્ટરલાઇટ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વાત કરીએ તો બ્લેક ફંગસની તો આ સંક્રમણ કોવિડ-૧૯થી સ્વસ્થ થઇ ચુકેલા લોકોમાંથી કેટલાકમાં મળી રહ્યા છે. વાઇટ અને યેલો ફંગસના કેસ પણ સામે આવ્યા છે પરંતુ એક્સપર્ટનું કહેવુ છે કે રંગને લઇને ગભરાવવાની જરૂર નથી કારણ કે સરીરના જે ભાગમાં આ અસર કરે છે, રંગ તે હિસાબથી નક્કી થાય છે. હરિયાણામાં ૨૪ મે સુધી બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસના ૪૫૪ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી ગુડગાવ જિલ્લામાં સૌથી વધુ ૧૫૬ કેસ સામે આવ્યા છે.