દિલ્હી-

જનતા દળ યુનાઇટેડ નેતા હરિવંશ સિંહ ફરી રાજ્યસભાના ઉપ-અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. વિરોધી બાજુથી આરજેડીના ઉમેદવાર અને સાંસદ મનોજ ઝાને પરાજિત કર્યા છે. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બર, સોમવારે શરૂ થયું હતું. પહેલા લોકસભાની કાર્યવાહી સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજવામાં આવી હતી અને હવે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જે સાંજના 7 વાગ્યા સુધી ચાલશે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ માટે એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણની નિમણૂક કરવામાં આવી છે. તેમની સામે બિહારથી આવતા આરજેડીના મનોજ ઝા વિપક્ષના ઉમેદવાર હતા. હરીવંશ નારાયણના નામની ઘોષણા કરતી વખતે અધ્યક્ષ એમ.વેકૈયા નાયડુએ કહ્યું કે, રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે હરીવંશ જીની પસંદગી કરવામાં આવી છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષની પસંદગી ધ્વનિમત દ્વારા કરવામાં આવી હતી. સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તમામ સાંસદો સંદેશ આપશે કે આખો દેશ સૈનિકોની સાથે ઉભો છે. આ સિવાય મીનાક્ષી લેખી, અનંતકુમાર હેગડે સહિત 17 સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.