અમદાવાદ-

કોરોનાના પ્રતિભાવમાં આરોગ્યલક્ષી પહેલને ઝડપથી અમલમાં મૂકવા માટે ભારતના શહેરોને પ્રેરણા અને ટેકો આપવા ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક પહેલ શરૂકરવામાં આવી છે. જેમા સ્માર્ટ સિટી અમદાવાદ ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જમાં જાેડાયું છે. આગામી રવિવાર ૨૭ તારીખના રોજ સાયકલ ફોર ચેન્જ રાઇડનું આયોજન કરવામામં આવ્યુ છે.

આ પડકરનો હેતુ શહેરોના નાગરિક અને એક્સપર્ટે સાથે મળીને આ પહેલને લોકો સુધી પહોંચાડવાનો છે. આગામી રવિવારે ૨૭ તારીખે સાયકલ ફોર ચેન્જ રાઇડનું આયોજન કરવામામં આવ્યુ છે. હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે કોવિડની ગાઇડ લાઇનનું પાલન થાય તે રીતે આ સાયકલ રાઇડ યોજાશે.

સવારે ૭ થી ૮ઃ૩૦ સુધી યોજાનારી આ રાઇડમાં કોઇ આરંભ બીદુ કે, અંતિમ બીદુ નથી. સાયકલ ફ્રેન્ડલી શહેર બને તે માટે એકતા દર્શાવવા ઇચ્છતા લોકોએ સફેદ ટી શર્ટ પહેરી સાયકલ ચલાવાની રહેશે અને સુચીત કરેલા રુટ પર સાયકલ સવારી કરવાની રહેશે.